Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સારાંશ આપીને મહેશ ભટ્ટ તમે મારી લાઇફ બદલી નાખી: અનુપમ ખેર

સારાંશ આપીને મહેશ ભટ્ટ તમે મારી લાઇફ બદલી નાખી: અનુપમ ખેર

26 May, 2019 09:25 AM IST |

સારાંશ આપીને મહેશ ભટ્ટ તમે મારી લાઇફ બદલી નાખી: અનુપમ ખેર

ફાઈલ ફોટો

ફાઈલ ફોટો


મહેશ ભટ્ટનો આભાર માનતાં અનુપમ ખેરે જણાવ્યું હતું કે તમે મને મારી પહેલી ફિલ્મ ‘સારાંશ’ આપીને મારી લાઇફ બદલી નાખી છે. ૧૯૮૪ની ૨૫ મેએ ‘સારાંશ’ રિલીઝ થઈ હતી. ફિલ્મને લઈને ટ્‍‍વિટર પર અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘મુંબઈમાં આવેલા ૨૮ વર્ષના આ ન્યુકમર પર વિશ્વાસ મૂકવા માટે થૅન્ક યુ મહેશ ભટ્ટ સાબ. તેને તમે તેની લાઇફનો બેસ્ટ રોલ આપ્યો. તમે મારી લાઇફને હંમેશાં માટે બદલી નાખી છે.



પ્રેમ અને આભાર. મારી પહેલી ફિલ્મ ‘સારાંશ’ ૧૯૮૪ની ૨૫ મેએ રિલીઝ થઈ હતી. એને ૩૫ વર્ષ થયાં છે. હું માત્ર ૨૮ વર્ષનો હતો અને મેં ૬૫ વર્ષના બી. વી. પ્રધાનનું પાત્ર ભજવ્યું હતું. એવું લાગતું હતું કે આ લાંબી જર્ની છે. જોકે મારા માટે આ એક શરૂઆત હતી. થૅન્ક યુ. મને હજી દૂર સુધી જવાનું છે. મને આશીર્વાદ આપજો.’


Whatsapp-channel Whatsapp-channel

26 May, 2019 09:25 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK