પાંચમી ઑગસ્ટે રિલીઝ થશે અનુપમ ખેરની ઑટોબાયોગ્રાફી

Published: Jun 25, 2019, 09:34 IST | મુંબઈ

અનુપમ ખેરની ઑટોબાયોગ્રાફી ‘લેસન્સ લાઇફ ટૉટ મી, અનનોઇંગલી’ પાંચમી ઑગસ્ટે રિલીઝ થવાની છે.

અનુપમ ખેર
અનુપમ ખેર

અનુપમ ખેરની ઑટોબાયોગ્રાફી ‘લેસન્સ લાઇફ ટૉટ મી, અનનોઇંગલી’ પાંચમી ઑગસ્ટે રિલીઝ થવાની છે. આ બુકને હે હાઉસ અને પેન્ગિવન રૅન્ડમ હાઉસ પબ્લિશ કરશે. અનુપમ ખેરે જણાવ્યું હતું કે તેમણે ૧૦ વર્ષની ઉંમરમાં ઑટોબાયોગ્રાફી લખવાનું શરૂ કર્યું હતું. આ બુક વિશે અનુપમ ખેરે કહ્યું હતું કે ‘બૉક્સ-ઑફિસ પર જે રીતે એક મસાલા ફિલ્મ હિટ રહે એવી જ મારી આ ઑટોબાયોગ્રાફી હિટ થવાની છે. બુકમાં ડ્રામા, કૉમેડી, રૉમેન્સ અને સાથે જ ઍક્શન પણ છે.’

જીવનની યાદગાર પળોને એક પુસ્તકમાં કંડારી છે અનુપમ ખેરે

અનુપમ ખેરે તેમના જીવન સાથે જોડાયેલી કેટલીક અવિસ્મરણીય પળોનો એક પુસ્તકમાં સમાવેશ કર્યો છે. ‘લેસન્સ લાઇફ ટૉટ મી, અનનોઇઇંગલી’ આ બુકનું નામ છે. આ બુક ઍમેઝૉન પર મળી રહેશે. આ બુક વિશે માહિતી આપતાં ઇન્સ્ટાગ્રામ પર અનુપમ ખેરે કૅપ્શન આપી હતી, ‘મેં ૧૦ વર્ષની ઉંમરે મારી ઑટોબાયોગ્રાફી લખવાનું શરૂ કર્યું હતું. મેં મારી લાઇફને ભરપૂર માણી છે. મારી લાઇફમાં હું જેને મળ્યો હોઉં, કોઈ પણ ઇવેન્ટ હોય, વિઝ્‍યુઅલ અને વૉઇસ, સાઉન્ડ અને સ્મૅલ બધાની મારી ફોટોગ્રાફિક મેમરી છે. હું એમ કહી શકું છું કે મારી આ ઑટોબાયોગ્રાફીને વાચા મળી છે. જેમણે મારા જીવનમાં અગત્યનો ભાગ ભજવ્યો, મારા અસ્તિત્વનો આઇનો દેખાડ્યો, ૧૦ વર્ષના એ બાળકથી માંડીને વર્તમાનમાં હું જે છું એની સાથે જોડાઈ રહેલા એ તમામ લોકો પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. હું ખુશ છું કે મારી ઑટોબાયોગ્રાફી તમારા સૌની સાથે હું શૅર કરવા માટે તૈયાર છું. ઍમેઝૉન પર તમે પ્રી-ઑર્ડર કરી શકો છો. જય હો.’

આ પણ વાંચો : બોલે ચૂડિયાંમાં નવાઝુદ્દીન સાથે જોવા મળશે અનુરાગ કશ્યપ

કરીઅર બનાવવાનું શ્રેય બડજાત્યા પરિવારને આપતાં આભાર માન્યો અનુપમ ખેરે

અનુપમ ખેરે પોતાની કરીઅર ઘડવાનું શ્રેય બડજાત્યા ફૅમિલીને આપતાં તેમનો આભાર માન્યો છે. ૧૯૮૪માં આવેલી ‘સારાંશ’ દ્વારા અનુપમ ખેરે બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મ બડજાત્યા ફૅમિલીના રાજશ્રી પ્રોડક્શને બનાવી હતી. અનુપમ ખેરે બૉલીવુડમાં ૩૫ વર્ષ પૂરાં કર્યાં છે. સૂરજ બડજાત્યા સાથેના ફોટોઝ ટ્‍‍વિટર પર શૅર કરીને અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ‘ભગવાને લોકોને બનાવ્યા અને ત્યાર બાદ તેમણે બડજાત્યા ફૅમિલીની રચના કરી. હું તેમ‌ની ખૂબ પ્રશંસા કરું છું. આ ફૅમિલી અદ્ભુત, દયાળુ, વિચારવંત, સંસ્કારી અને મદદ કરનારી છે. રાજશ્રી ફિલ્મ્સનો ખૂબ આભાર કે તેમણે મારી કરીઅરને નિખારવાની સાથે જ મને જીવનમાં ઘણા સારા અને ભલમનસાઈના પાઠ ભણાવ્યા છે. રાજબાબુની ગેરહાજરી સાલી રહી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK