ધ લાસ્ટ શોમાં અનુપમ ખેર અને સતીશ કૌશિક ફ્રેન્ડશિપની પ્રેરણાદાયી સ્ટોરી જણાવશે

Published: Sep 05, 2020, 19:35 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી ડિરેક્ટ કરશે

‘ધ લાસ્ટ શો’માં પ્રેરણાત્મક ડ્રામા જોવા મળશે
‘ધ લાસ્ટ શો’માં પ્રેરણાત્મક ડ્રામા જોવા મળશે

અનુપમ ખેર અને સતીશ કૌશિક ફ્રેન્ડશિપ પર પ્રકાશ પાડતી ફિલ્મ ‘ધ લાસ્ટ શો’માં જોવા મળવાના છે. આ ફિલ્મને વિવેક અગ્નિહોત્રી ડિરેક્ટ કરશે. અનુપમ ખેર, સતીશ કૌશિક, રુમી જાફરી અને વિવેક અગ્નિહોત્રી આ ચારેય મળીને એને પ્રોડ્યુસ કરવાના છે. સતીશ કૌશિક, રુમી જાફરી અને વિવેક અગ્નિહોત્રી સાથેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને અનુપમ ખેરે કૅપ્શન આપી હતી કે ‘શો મસ્ટ ગો ઑન. અમે ચાર ફ્રેન્ડ્સ સતીશ કૌશિક, રુમી જાફરી, વિવેક અગ્નિહોત્રી અને હું એકસાથે મળીને સિનેમાના જાદુને ફરીથી ક્રીએટ કરવાના છીએ. ‘ધ લાસ્ટ શો’માં પ્રેરણાત્મક ડ્રામા જોવા મળશે. ફિલ્મમાં ફ્રેન્ડશિપ, વ્યક્તિનો જોશ, પ્રેમ, હાસ્ય અને આંસુ બધું જોવા મળશે. અમે સપ્ટેમ્બરની મધ્યમાં શૂટિંગ કરવાના છીએ. અમને તમારા આશીર્વાદની જરૂર છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK