Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > દિલવાલે દુલ્હનિયા લે જાએંગેની યાદો તાજી કરી અનુપમ ખેર અને શાહરુખે

દિલવાલે દુલ્હનિયા લે જાએંગેની યાદો તાજી કરી અનુપમ ખેર અને શાહરુખે

22 April, 2019 08:54 AM IST | મુંબઈ

દિલવાલે દુલ્હનિયા લે જાએંગેની યાદો તાજી કરી અનુપમ ખેર અને શાહરુખે

 દિલવાલે દુલ્હનિયા લે જાએંગેની યાદો તાજી કરી અનુપમ ખેર અને શાહરુખે


શાહરુખ ખાન અને અનુપમ ખેરે ટ્વિટર પર ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ની યાદોને તાજીકરી હતી. આ ફિલ્મમાં શાહરુખના પપ્પાનું પાત્ર અનુપમ ખેરે ભજવ્યું હતુ. આ ફિલ્મમાં પિતા-પુત્રના સંબંધને એકદમ કૂલ દર્શાવવામાં આવ્યા હતા. ૧૯૯૫માં આવેલી આ ફિલ્મનું એક ગ્રાફિક અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું. આ દૃશ્યમાં ઓ પોત્ચી, ઓ કોકા, ઓ બૉબી, ઓ લોલા ડાયલૉગનો સમાવેશ થાય છે. આ ગ્રાફિક્સ શૅર કરી અનુપમ ખેરે ટ્વીટ કર્યું હતું કે ડિયર શાહરુખ, અચાનક તને ન્યુ યૉર્કમાં મિસ કરી રહ્યો છું. આપણે બન્નેએ સાથે ખૂબ જ સારો સમય પસાર કર્યો છે. ત્યાર બાદ આપણે બધા મોટા થઈ ગયા. તને હંમેશાં ઘણો પ્રેમ મળતો રહે.

અનુપમ ખેરને જવાબ આપતાં શાહરુખે ટ્વીટ કર્યું હતું કે અરે નહીં ડૅડી કૂલ. મોટા થાય તમારા દુશ્મન. આપણા બન્નેનાં દિલ તો હજી નાના બાળક જેવાં જ છે. ઘરે આવો, આપણે નાસ્તાથી શરૂઆત કરીએ અને ત્યાર બાદ સાપસીડીથી લઈને હવામાં રેતીનો કૅસલ બનાવીશું. તમને પણ મિસ કરું છું.



શાહરુખના ટ્વીટનો જવાબ આપતાં અનુપમ ખેરે કહ્યું હતું કે આવીને પહેલાં તને મળું છું. તને ઘણોબધો પ્રેમ.


Whatsapp-channel Whatsapp-channel

22 April, 2019 08:54 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK