અનુપ જલોટાનું કહેવું છે કે તેને સત્ય સાંઈબાબા છોટે બાબા કહીને બોલાવતા હતા. સત્ય સાંઈબાબાના જીવન પર બની રહેલી ફિલ્મમાં તેમનું પાત્ર અનુપ જલોટા ભજવશે. આ ફિલ્મમાં તેમની સાથે જૅકી શ્રોફ, સાધિકા રંધાવા, ગોવિંદ નામદેવ અને અરુણ બક્ષી લીડ રોલમાં જોવા મળશે. આ ફિલ્મ હિન્દી, મરાઠી, ઇંગ્લિશ અને તેલુગુમાં ૨૨ જાન્યુઆરીએ રિલીઝ થશે. સત્ય સાંઈબાબા વિશે અનુપ જલોટાએ કહ્યું હતું કે ‘હું જ્યારે પણ તેમને મળતો તો તેઓ મને છોટે બાબા કહીને બોલાવતા હતા. હું તેમને પૂછતો હતો કે તેઓ કેમ આ નામે બોલાવે છે અને તેઓ કહેતા હતા કે એક દિવસ એનો અહેસાસ થશે. હવે મને જાણ થઈ કે તેઓ મને હંમેશાં શું કામ છોટે બાબા કહેતા હતા. મને લાગે છે કે ઑન-સ્ક્રીન તેમનું પાત્ર ભજવવા માટે હું જ નિમિત્ત બનવાનો હતો.’
સલમાનની વાત પર દેવોલીના ભટ્ટચાર્જીએ વ્યક્ત કરી અસહેમતી,જાણો આખી ઘટના
17th January, 2021 17:26 ISTલૉકડાઉન કી લવ સ્ટોરીનો મોહિત મલિક કોરોના-પૉઝિટિવ
17th January, 2021 16:55 ISTરશ્મિ રૉકેટના શૂટિંગ માટે ભુજ પહોંચી તાપસી
17th January, 2021 16:53 ISTગુજરાત બાદ હવે ઉત્તરાખંડ ટૂરિઝમને પ્રમોટ કરશે અમિતાભ બચ્ચન
17th January, 2021 16:51 IST