સુશાંત સિંહના મૃત્યુને નૅશનલ મુદ્દો બનાવવામાં આવ્યો છે: અનુપ જલોટા

Published: Oct 11, 2020, 18:32 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

કોર્ટનો ફેંસલો ન આવે ત્યાં સુધી લોકોને ધીરજ રાખવા તેમણે કહ્યું છે

અનુપ જલોટા
અનુપ જલોટા

સિંગર અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય અનુપ જલોટાએ જણાવ્યું હતું કે સુશાંતસિંહ રાજપૂતના નિધનને નૅશનલ મુદ્દો બનાવવામાં આવ્યો છે. કોર્ટનો ફેંસલો ન આવે ત્યાં સુધી લોકોને ધીરજ રાખવા તેમણે કહ્યું છે. આ વિશે અનુપ જલોટાએ કહ્યું હતું કે ‘સુશાંતસિંહ રાજપૂત અને રિયા ચક્રવર્તીના મુદ્દાને નૅશનલ ઇશ્યુ તરીકે રજૂ કરવામાં આવી રહ્યો છે, પરંતુ આ કંઈ નૅશનલ ઇશ્યુ નથી. આ તો એક ઍક્ટર અને તેની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીનો મામલો છે. આ કંઈ રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો નથી જે રીતે એના પર પ્રકાશ પાડવામાં આવી રહ્યો છે. લોકો એના માટે વિરોધ-પ્રદર્શન કરી રહ્યા છે. આ તો લોકોની લાગણી સાથે સંકળાયેલો મુદ્દો છે. સુશાંત ખૂબ સરસ ઍક્ટર હતો. હું તેના કામની પ્રશંસા કરું છું. હું તેને થોડા પ્રસંગોમાં મળ્યો હતો. હું પણ તેની સાથે લગાવ રાખું છું. જોકે તેના અવસાનને નૅશનલ ઇશ્યુ ન બનાવવો જોઈએ. તેની સાથે જોડાયેલા લોકો તેને માટે ન્યાયની માગણી કરી રહ્યા છે. મારી પણ ઇચ્છા છે કે વહેલાસર ન્યાય મળે અને સત્ય બહાર આવે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK