'હેલો મિની' શાહરુખ ખાનની ડરથી ચાર ચાસણી ચડે એવી

Updated: Jan 22, 2020, 18:10 IST | રાજકોટ

એમએક્સ પ્લેયરની આ વેબ-સિરીઝ મંગળવારે રિલીઝ થશેઃ ઍક્ટ્રેસ પલ્લવી જોષીની ભત્રીજીની પહેલી વેબ-સિરીઝ

અનુજા જોષી
અનુજા જોષી

એમએક્સ પ્લેયરની નવી વેબ-સિરીઝ ‘હેલો મિની’થી ઍક્ટ્રેસ પલ્લવી જોષીની ભત્રીજી અનુજા જોષી પોતાની ઍક્ટિંગ-કરીઅર શરૂ કરી રહી છે. ‘હેલો મિની’માં મિનીનું લીડ કૅરૅક્ટર અનુજા કરે છે. મિની પોતાની પર્સનલ લાઇફથી ખુશ નથી. તેના બૉયફ્રેન્ડને તે રંગે હાથ પકડે છે અને એ પછી મિની પોતાની લાઇફ ખુલ્લેઆમ જીવવાનું શરૂ કરી દે છે. ગમતા છોકરા સાથે ફિઝિકલ રિલેશન બાંધે છે અને ગમતી છોકરી સાથે પણ એ લેસ્બિયન રિલેશનશિપથી જોડાય છે, પણ તેને ખબર નથી કે તેના પર કોઈ નજર રાખી રહ્યું છે અને મિનીની નાનામાં નાની વાતની એ અજાણ્યા શખસને ખબર છે.

આ પણ વાંચો : તારક મેહતા કા ઉલ્ટા ચશ્મામાં દેખાશે પોરબંદર, રાજકોટ અને અમદાવાદ

‘હેલો મિની’ અને શાહરુખ ખાન, જુહી ચાવલા, સની દેઓલની ‘ડર’ની વાત સમાન લાગે છે, પણ પ્રોડક્શન-હાઉસ રોઝ ઑડિયો વિઝ્‍યુઅલ પ્રાઇવેટ લિમિટેડના કહેવા મુજબ આ વેબ-સિરીઝ ‘ડર’થી ખૂબ આગળ છે. ‘હેલો મિની’ એ જાણીતા નૉવેલિસ્ટ નોવોનીલ ચક્રવર્તીની નૉવેલ ‘સ્ટ્રેન્જર ટ્રાયોલૉજી’ પર આધારિત છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK