Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 'થપ્પડ'ના દિગ્દર્શક અનુભવ સિંહાએ બૉલીવુડમાંથી આપ્યું રાજીનામું

'થપ્પડ'ના દિગ્દર્શક અનુભવ સિંહાએ બૉલીવુડમાંથી આપ્યું રાજીનામું

22 July, 2020 01:03 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

'થપ્પડ'ના દિગ્દર્શક અનુભવ સિંહાએ બૉલીવુડમાંથી આપ્યું રાજીનામું

અનુભવ સિંહા

અનુભવ સિંહા


તાજેતરમાં બૉલીવુડમાં સગાવાદ અને કૅમ્પબાજીના મુદ્દે બહુ ચર્ચાઓ ચાલી રહી છે. દલીલો, આરોપો-પ્રત્યારોપોના આ સમયમાં બૉલીવુડ બે વિભાગમાં વહેંચાઈ ગયું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ફિલ્મમેકર્સ અનુભવ સિંહા (Anubhav Sinha), હંસલ મહેતા (Hansal Mehta) તથા સુધીર મિશ્રા (Sudhir Mishra)એ બૉલીવુડમાંથી રાજીનામું આપ્યું છે. અનુભવ સિંહાએ પોતાના નામની પાછળ Not Bollywood લખ્યું છે. અનુભવ બાદ અન્ય બે ફિલ્મમેકર્સે પણ અનુભવને સાથ આપીને પોતાને બૉલીવુડથી અલગ કરી દીધા છે.

અનુભવ સિંહાએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, હું બૉલીવુડમાંથી રાજીનામું આપું છું. હવે આનો જે અર્થ કરવો હોય તે કરો. જોકે, અનુભવના ચાહકો માટે ચિંતા કરવાની કોઈ વાત નથી, કારણ કે તેઓ ફિલ્મ બનાવવાનું બંધ કરવાના નથી. તે માત્ર બૉલીવુડથી દૂર ગયા છે. તેમણે બૉલીવુડમાંથી રાજીનામું આપ્યું છે પરંતુ પોતાના કામમાંથી નહીં. અનુભવે ટ્વિટર યુઝર્સના સવાલોના જવાબ આપતાં કહ્યું હતું કે, તેઓ ફિલ્મ ઈન્ડસ્ટ્રી માટે ફિલ્મ બનાવતા રહેશે.




અનુભવ સિંહાએ Not Bollywood ટ્વીટરના બાયોમાં એડ કર્યા બાદ જાણીતા ફિલ્મમેકર્સ હંસલ મહેતા અને સુધીર મિશ્રાએ પણ તેમનો સાથ આપ્યો છે અને બૉલીવુડમાંથી રાજીનામું આપ્યું છે. સુધીર મિશ્રાએ ટ્વીટ કર્યું હતું કે, બૉલીવુડ શું છે? અમે તો અહીંયા સત્યજીત રે, રાજ કપૂર, ગુરુ દત્ત, બિમલ રૉય, મૃણાલ સેને, હ્રિષિકેશ મુખરજી, કાસિફ, વિજય આનંદ, જાવેદ અખ્તર,તપન સિંહા, ગુલઝાર, શેખર કપૂર, કેતન મહેતા, વગેરેએ બનાવેલા સિનેમાથી પ્રેરિત થઈને આવ્યા હતા અને હંમેશાં માટે અહીંયા રહીશું.


હંસલ મહેતાએ ટ્વીટ કર્યું હતું કે, છોડી દીધું, આ ક્યારેય પહેલાં નંબર પર નહોતું.

અનુભવ સિંહાના ટ્વીટ બાદ જ્યારે ચાહકોએ પ્રશ્ન કર્યા ત્યારે તેમણે કહ્યું હતું કે, હવે જ્યારે તમે કોઈ પણ વુડની વાત કરતા હશો ને તો એમાં અમારી વાત નહીં થાય. હવે હું કોઈ અન્ય વુડના બંધનમાં નહીં બંધાવ.

Whatsapp-channel Whatsapp-channel

22 July, 2020 01:03 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK