અનુ મલિકની ઈન્ડિયન આઈડલમાં વાપસી પર ભડકી સોના મોહપાત્રા

Published: Sep 12, 2019, 12:54 IST

બોલીવુડ સિંગર સોના મોહપાત્રાએ મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક અને સોની ટીવી પર ગુસ્સો ઠાલવ્યો છે. મીટૂ મૂવમેન્ટ અંતર્ગત યૌન શોષણના આરોપ બાદ સિંગિંગ રિયાલિટી ઈન્ડિયન આઈડલથી અનુ મલિકને બહાર કરી દિધા હતા.

બોલીવુડ સિંગર સોના મોહપાત્રાએ મ્યુઝિક ડિરેક્ટર અનુ મલિક અને સોની ટીવી પર ગુસ્સો ઠાલવ્યો છે. મીટૂ મૂવમેન્ટ અંતર્ગત યૌન શોષણના આરોપ બાદ સિંગિંગ રિયાલિટી ઈન્ડિયન આઈડલથી અનુ મલિકને બહાર કરી દિધા હતા. પરંતુ ખબરોની માનો તો અનુ મલિક આ સિઝન સાથે જજ તરીકે પરત ફરી રહ્યાં છે. સોના મોહપાત્રા ભડકી હતી અને મ્યૂઝિક ડિરેક્ટરને અપશબ્દો કહ્યાં હતાં.

સોની મોહપાત્રાએ તેનો ગુસ્સો ટ્વિટર પર ઠાલવ્યો હતો. ટ્વીટ કરતા તેણે લખ્યું હતું કે, 'સોની ટીવી દ્વારા એક વર્ષમાં મીટૂ મૂવમેન્ટના આરોપી અનુ મલિકને પાછા ઈન્ડિયન આઈડલ પર બોલાવી લીધા. આ એવા લોકો પર તમાચો છે જે ભારતમાં તેના બાળકો માટે ઉજળુ ભવિષ્ય ઇચ્છે છે.' આ સાથે #AnuMalik #RatReturnsToTheGutter & #SpreadingFilthનો ઉપયોગ કર્યો હતો. હેશટેગનો ઉપયોગ કરતા સોનાએ અનુ મલિકને ગટરનો ઉંદર કહ્યો હતો.

આ પણ વાંચો: જાણો કેબીસીમાં 25 લાખ જીતનાર ઉનાના મહિલા તબીબની સંઘર્ષથી સફળતા સુધીની સફર...

ઉલ્લેખનીય છે કે ઈન્ડિયન આઈડલની 10મી સીઝન હીટ રહી. આ સીઝનમાં અનુ મલિક સાથે નેહા કક્કડ અને વિશાલ દદલાની પણ જજ હતા. આ દરમિયાન દેશમાં મીટૂ અભિયાન પણ ચાલ્યું હતું. મીટૂ અભિયાન અંતર્ગત એક મહિલાએ અનુ મલિક પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો. આરોપ પછી પછી અનુ મલિકને શૉમાંથી રિપ્લેસ કરી દેવામાં આવ્યાં. શૉમાં અનુ મલિકની જગ્યાએ જાવેદ અલીને રિપ્લેસ કરાયા હતાં. ઉલ્લેખનીય છે કે અનુ મલિક 11મી સીઝનથી પરત ફરી રહ્યાં છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK