Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > 'બિચ્છૂ કા ખેલ'માં અંશુલ બનશે લૉયર

'બિચ્છૂ કા ખેલ'માં અંશુલ બનશે લૉયર

11 August, 2020 07:43 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

'બિચ્છૂ કા ખેલ'માં અંશુલ બનશે લૉયર

અંશુલ ચૌહાણ

અંશુલ ચૌહાણ


એકતા કપૂર અને ઝીના ડિજિટલ પ્લૅટફૉર્મ માટે તૈયાર થનારી વેબ-સિરીઝ ‘બિચ્છૂ કા ખેલ’ માટે લાંબા સમયથી લીડ સ્ટારની શોધ ચાલતી હતી, જે ફાઇનલી હવે પૂરી થઈ છે. આયુષ્માન ખુરાના સાથે ‘શુભ મંગલ સાવધાન’ જેવી ફિલ્મ અને ‘સૉલમૅટ્સ’, ‘આફત’ અને ‘તાજમહલ’ જેવી વેબ-સિરીઝ કરી ચૂકેલી અંશુલ ચૌહાણ વેબ-સિરીઝ માટે અંતે ફાઇનલ થઈ છે. ‘બિચ્છૂ કા ખેલ’ અંશુલની આસપાસ ઘૂમરાય છે. વેબ-સિરીઝમાં અંશુલ એવી લૉયર બની છે જે એક સક્સેસફુલ બિઝનેસમૅન સાથે મૅરેજ કરીને જીવનમાં ઠરીઠામ થવા માગે છે, પણ તેની આ જર્ની ક્રાઇમના રસ્તે વળી જાય છે અને અંશુલની લાઇફમાં ઘમસાણ મચી જાય છે. લૉયર રશ્મિ ચૌબેને તેની આ જર્નીમાં દિવ્યેન્દુ શર્માનો સાથ મળે છે. દિવ્યેન્દુ આ વેબ-સિરીઝમાં અખિલનું કૅરૅક્ટર નિભાવે છે.

અખિલ અને રશ્મિ સાથે મળીને કેવી રીતે કાયદાઓમાં છટકબારી શોધે છે અને એ છટકબારીના આધારે કેવી રીતે પોતાની લાઇફને સલામતીના રસ્તે વાળે છે એ વેબ-સિરીમાં દેખાડવામાં આવ્યું છે.



બાલાજી ટેલિફિલ્મ્સ ‘બિચ્છૂ કા ખેલ’ને એવી ફ્રૅન્ચાઇઝી બનાવવા માગે છે જેમાં લૉયરનો ઉપયોગ કરવામાં આવ્યો હોય અને કાયદાને તોડીમરોડીને નવો આકાર આપવામાં આવ્યો હોય.


Whatsapp-channel Whatsapp-channel

11 August, 2020 07:43 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK