Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સલમાન ખાન ફિલ્મ્સ નામે છેતરપિંડી કરનારની સામે પોલીસ-ફરિયાદ કરી

સલમાન ખાન ફિલ્મ્સ નામે છેતરપિંડી કરનારની સામે પોલીસ-ફરિયાદ કરી

18 May, 2020 08:05 PM IST | Mumbai Desk
Agencies

સલમાન ખાન ફિલ્મ્સ નામે છેતરપિંડી કરનારની સામે પોલીસ-ફરિયાદ કરી

અંશ અરોરા

અંશ અરોરા


ટેલિવિઝન ઍક્ટર અંશ અરોરાએ સલમાન ખાન ફિલ્મ્સના નામે તેની સાથે ઠગાઈ કરનારની વિરુદ્ધ ઓશિવરા પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ કરી છે. અંશ મુજબ તેને શ્રુતિ નામની એક વ્યક્તિ સલમાનની આગામી ફિલ્મ ‘એક થા ટાઇગર 3’માં એક રોલ માટે ઑડિશન આપવા માટે કૉલ્સ અને મેસેજિસ કરતી હતી. આ આખાય પ્રકરણ પર પ્રકાશ પાડતાં અંશે કહ્યું હતું કે ‘તેણે મને કહ્યું હતું કે તે સલમાન ખાન ફિલ્મ્સની ‘એક થા ટાઇગર 3’ માટે લીડિંગ કાસ્ટિંગ કરી રહી છે. તેઓ મને નેગેટિવ રોલ માટે ઑડિશન આપવા કહેતા હતા. તેણે મને સ્ટોરી અને કૅરૅક્ટર વિશે જણાવ્યું હતું.’

જોકે સલમાન ખાને તાજેતરમાં જ ખુલાસો કર્યો હતો કે તેના પ્રોડક્શન હાઉસ વતી કોઈ પણ ફિલ્મ માટે કાસ્ટિંગ નથી થઈ રહ્યું. સલમાનના ટ્વીટ બાદ અંશને પૂરી હકીકત સમજાઈ હતી કે તેને છેતરવામાં આવી રહ્યો છે. એ વિશે અંશે કહ્યું હતું કે ‘આ પ્રકરણ પર સલમાન ખાનનું મેં જ્યારે ટ્વીટ જોયું કે ન તો તે કે ન તો સલમાન ખાન ફિલ્મ્સ તેમની આગામી ફિલ્મ માટે કાસ્ટિંગ કરી રહ્યા છે ત્યાર બાદ મને વાસ્તવિકતાની જાણ થઈ હતી.’


Whatsapp-channel Whatsapp-channel

18 May, 2020 08:05 PM IST | Mumbai Desk | Agencies

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK