આ વર્ષે અમિતાભ બચ્ચનને મળશે ANR નૅશનલ અવૉર્ડ

Published: 23rd December, 2014 05:21 IST

સુપરસ્ટાર અમિતાભ બચ્ચનને આ વર્ષે અક્કિનેની નાગેશ્વર રાવ (ANR) નૅશનલ અવૉર્ડથી નવાજવામાં આવશે. ૨૭ ડિસેમ્બરે તેલંગણના ચીફ મિનિસ્ટર કે. ચંદ્રશેખર રાવ અને યુનિયન મિનિસ્ટર વૈન્કયા નાયડુની ઉપસ્થિતિમાં બિગ બીને આ પ્રતિષ્ઠિત અવૉર્ડ એનાયત કરવામાં આવશે.

ખ્ફ્ય્ના ઍક્ટર પુત્ર નાગાજુર્ને આ વિશે માહિતી આપી હતી કે ‘મારા પપ્પા અમિતાભ બચ્ચનના ફૅન હતા અને તેમના આખરી દિવસોમાં અમને ઘરે અમિતાભની ફિલ્મો બતાડવાનું કહેતા હતા. તેઓ હંમેશાં બચ્ચનસાહેબને અત્યાર સુધીના શ્રેષ્ઠ ઍક્ટર માનતા હતા. મારા પિતાની યાદમાં તેમની લાસ્ટ ફિલ્મ ‘મનમ’માં બિગ બીને લેવાનું મેં વિચાર્યું હતું અને તેઓ તરત જ એ માટે સંમત થયા હતા.’
 અક્કિનેની નાગેશ્વર રાવની યાદમાં અક્કિનેની ઇન્ટરનૅશનલ ફાઉન્ડેશને ANR નૅશનલ અવૉર્ડની શરૂઆત કરી હતી. ઇન્ડિયન સિનેમામાં ઉત્કૃષ્ટ પ્રદાન કરનારી જાણીતી હસ્તીને આ અવૉર્ડ એનાયત કરવામાં આવે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK