Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે અમિતાભની કાલિયાની રીમેક

હવે અમિતાભની કાલિયાની રીમેક

04 September, 2012 05:38 AM IST |

હવે અમિતાભની કાલિયાની રીમેક

હવે અમિતાભની કાલિયાની રીમેક


kalia-rimek‘નો પ્રૉબ્લેમ’ અને ‘રેડી’ જેવી ફિલ્મો પ્રોડ્યુસ કરનારા રજત રવૈલે હાલમાં અમિતાભ બચ્ચનની ૧૯૮૧માં રિલીઝ થયેલી સુપરહિટ ફિલ્મ ‘કાલિયા’ના રાઇટ્સ ખરીદી લીધા છે. તેમનો ઇરાદો આ ફિલ્મની રીમેક બનાવવાનો છે. અમિતાભ અને પરવીન બાબીને ચમકાવતી તથા ટીનુ આનંદે ડિરેક્ટ કરેલી આ ફિલ્મનું ગીત ‘જહાં તેરી યે નઝર હૈ’ તેમ જ એના ડાયલૉગ બહુ લોકપ્રિય બન્યા હતા. રજતે આ ફિલ્મના હક શેમારુ એન્ટરટેઇનમેન્ટ પાસેથી ખરીદી લીધા છે.

આ મુદ્દે વાત કરતાં ફિલ્મ-ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલી એક વ્યક્તિ કહે છે, ‘હાલમાં રીમેકના દોરમાં ‘કાલિયા’નો સમાવેશ એવી ગણીગાંઠી ફિલ્મોમાં થાય છે જેને ઘણા લોકો ફરીથી બનાવવા માગે છે. જે કલાકારોની ફિલ્મો રીમેક કરવામાં આવી રહી છે એમાં અમિતાભ ટોચ પર છે. તેની ‘શોલે’, ‘ડૉન’ અને ‘અગ્નિપથ’ની રીમેક બની ચૂકી છે, ‘ઝંજીર’ની રીમેક બની રહી છે અને ‘સત્તે પે સત્તા’ની રીમેકનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.’



આ મુદ્દે વાત કરવા રજત રવૈલનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પણ થઈ નહોતો શક્યો.


Whatsapp-channel Whatsapp-channel

04 September, 2012 05:38 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK