Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સ્ટાર પ્લસના શો 'અનુપમા'માં અન્નુ કપૂરની એન્ટ્રી

સ્ટાર પ્લસના શો 'અનુપમા'માં અન્નુ કપૂરની એન્ટ્રી

13 July, 2020 07:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્ટાર પ્લસના શો 'અનુપમા'માં અન્નુ કપૂરની એન્ટ્રી

રૂપાલી ગાંગુલી, અન્નુ કપૂર

રૂપાલી ગાંગુલી, અન્નુ કપૂર


લૉકડાઉનને લીધે અટકી પડેલો સ્ટાર પ્લસનો નવો શો ‘અનુપમા’ આખરે આજે લૉન્ચ થવાનો છે. ‘અનુપમા’માં એક મહિલાના સમર્પણ અને પ્રેમની વાત છે. એક પત્ની-વહુ-મા તરીકે ‘અનુપમા’ આખો દિવસ પરિવાર માટે બધું કરી છૂટે છે, પણ તેની કદર થતી નથી. અગાઉ આ જ વિષય પર મરાઠી અને બંગાળી શો બની ચૂક્યા છે. સ્ટાર પ્લસ પર આ શોનો પ્રીમિયર બહુ પહેલાં થવાનો હતો, પણ કોરોનાને લીધે એ લૉન્ચ ન થઈ શક્યો અને આજથી સ્ટાર પ્લસ પર ‘અનુપમા’ સાથે અન્ય શોના નવા એપિસોડ પણ ચાલુ થવાના છે.

‘અનુપમા’નો લીડ રોલ રૂપાલી ગાંગુલી ભજવી રહી છે. રૂપાલી ઉપરાંત શોમાં સુધાંશુ પાંડે, પારસ કલનાવત, આશિષ મેહરોત્રા, અલ્પના બુચ વગેરે જોવા મળશે. તો જાણીતા અભિનેતા અન્નુ કપૂર પણ આ શો સાથે જોડાઈ ગયા છે અને તેમણે શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. તેમનું પાત્ર મનોરંજનસભર હશે અને તેઓ અનુપમાની જિંદગીમાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. અન્નુ કપૂર ઉપરાંત મેહુલ નિસ્સાર (‘હિપ હિપ હુર્રે’ ફેમ) પણ શોની કાસ્ટ સાથે જોડાયો છે.


Whatsapp-channel Whatsapp-channel

13 July, 2020 07:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK