Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુશાંતની યાદમાં પ્લાન્ટિંગ શરૂ કર્યું અંકિતાએ

સુશાંતની યાદમાં પ્લાન્ટિંગ શરૂ કર્યું અંકિતાએ

14 September, 2020 08:59 PM IST | Mumbai
Mumbai Correspondent

સુશાંતની યાદમાં પ્લાન્ટિંગ શરૂ કર્યું અંકિતાએ

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે


અંકિતા લોખંડેએ સુશાંત સિંહ રાજપૂતની યાદમાં છોડ વાવવાના અભિયાનમાં ભાગ લીધો છે. હાલમાં જ સુશાંતની બહેન શ્વેતા સિંહ કીર્તિએ સુશાંતને યાદ કરતાં ભૂખ્યાઓને જમાડવાની પહેલ શરૂ કરી હતી. હવે તેણે પ્લાન્ટ્સ ફૉર સુશાંત કૅમ્પેન શરૂ કર્યું છે. સુશાંતે 14 જૂને સુસાઇડ કર્યું હતું. તેના કેસની સીબીઆઇ સઘન તપાસ કરી રહી છે. સૌકોઈ આ કેસ પર ચાંપતી નજર રાખી રહ્યા છે. સૌની ઇચ્છા છે કે સત્ય જલદી જ સામે આવે. પ્લાન્ટ્સ ફૉર સુશાંત અભિયાનમાં ભાગ લઈને અંકિતાએ પોતાના ઘરની બાલ્કનીમાં છોડ વાવી રહી હતી. એ દરમ્યાન તેની સાથે તેનો ડૉગી હાચી પણ છે. એ ફોટો ટ્વિટર પર શૅર કરીને અંકિતાએ ટ્વીટ કર્યું હતું કે ‘હાચી અને મમ્મા. આ મારો પાર્ટનર હંમેશાં મારી સાથે જ હોય છે. છોડ વાવી રહી છું. સુશાંતનાં સપનાંઓને પૂરાં કરતાં પ્લાન્ટિંગ કરીને તેને યાદ કરી રહ્યાં છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2020 08:59 PM IST | Mumbai | Mumbai Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK