રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર બાદ અંકિતા લોખંડેએ શૅર કરી પોસ્ટ

Published: Jul 29, 2020, 17:45 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાની ભૂતપૂર્વ ગર્લફ્રેન્ડે કહ્યું, સત્ય જ જીતશે

સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે (ડાબે), અંકિતાએ કરેલ પોસ્ટ (જમણે)
સુશાંત સિંહ રાજપૂત અને અંકિતા લોખંડે (ડાબે), અંકિતાએ કરેલ પોસ્ટ (જમણે)

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુને દોઢ મહિનો થઈ ગયો છે અને અભિનેતાના પિતા કે.કે.સિંહે સુશાંતની કહેવાતી ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તી (Rhea Chakraborty) વિરુદ્ધ એફઆઈઆર દાખલ કર્યા બાદ બહેન શ્વેતા સિંહ કિર્તીએ ન્યાનની અપીલ કરી છે અને હવે સુશાંતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande)એ પણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, સત્યની જ જીત થશે.

અંકિતા લોખંડે સુશાંત સિંહ રાજપૂતના નિધનથી બહુ જ દુ:ખી છે. અભિનેત્રી હજી સુધી શૉકમાંથી બહાર નથી આવી અને સુશાંતને ન્યાય મળે તે માટે તે બનતા બધા જ પ્રયત્નો કરી રહી છે. સુશાંતના પિતાએ એફઆઈઆર નોંધાવી ત્યારબાદ અંકિતાએ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે, સત્યની જ જીત થશે.

 
 
 
View this post on Instagram

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onJul 28, 2020 at 11:53pm PDT

અંકિતા લોખંડેના આ પોસ્ટ પછી ફૅન્સ અભિનેત્રીના સપોર્ટમાં આવ્યા છે અને કમેન્ટસ કરી રહ્યાં છે કે, હા સત્યની જીત થશે જ.

આ પણ વાંચો: પૂર્વ પ્રેમિકા અંકિતા લોખંડે આ રીતે સુશાંત સિંહ રાજપૂતને શ્રદ્ધાંજલિ આપવા માંગે છે

અંકિતા અને સુશાંતની મુલાકાત એકતા કપૂરના શો 'પવિત્ર રિશ્તા'ના સેટ પર થઈ હતી અને બન્ને જણા એકબીજાને છ વર્ષ સુધી ડેટ કરતા હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK