સુશાંતના કેસમાં CBI તપાસના નિર્ણય બાદ અંકિતા લોખંડેએ આપી આવી પ્રતિક્રિયા

Published: Aug 05, 2020, 17:17 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેત્રીએ કહ્યું, જે ક્ષણની રાહ જોઈ રહી હતી તે આવી ગઈ

અંકિતા લોખંડે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે
અંકિતા લોખંડે સ્વર્ગીય અભિનેતા સુશાંત સિંહ રાજપૂત સાથે

અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) આત્મહત્યા કેસમાં બુધવારે કેન્દ્ર સરકારે સીબીઆઈ તપાસને મંજૂરી આપતા ચાહકો અને અભિનેતાની નજીકના લોકો બહુ ખુશ થઈ ગયા છે. આ નિર્ણયથી અભિનેતાની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડે (Ankita Lokhande) પણ બહુ ખુશ થઈ ગઈ છે. અભિનેત્રીએ આ ખુશી ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટના રૂપમાં શૅર કરી છે.

આ પણ વાંચો: સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ: કેન્દ્ર સરકારે CBI તપાસની મંજૂરી આપી

બિહાર સરકારની ભલામણ બાદ આજે એટલે કે બુધવારે કેન્દ્ર સરકારે સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં સીબીઆઈ તપાસની મંજૂરી આપી છે. આ નિર્ણય બાદ અંકિતા લોખંડેએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં લખ્યું છે કે, જે ક્ષણની આપણે સહુ રાહ જોઈ રહ્યાં હતાં તે ક્ષણ આવી ગઈ છે. સાથે જ કૅપ્શનમાં આભાર માન્યો છે.

 
 
 
View this post on Instagram

Gratitude 🙏🏻 #sushantsinghrajput

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onAug 5, 2020 at 12:46am PDT

અંકિતા લોખંડેની આ પોસ્ટ પર ઘણા બધા સેલેબ્સે કમેન્ટ કરી છે. અભિનેત્રી દલજીત કૌર (Dalljiet Kaur)એ કમેન્ટ કરી છે કે, બસ હવે તો શરૂઆત થઈ છે. સચ્ચાઈ સામે આવશે જ. સત્યમેવ જયતે. અભિનેતા નંદીશ સંધુ (Nandish Sandhu)એ પણ કમેન્ટ કરી છે.

આ પણ વાંચો: રિયા ચક્રવર્તી વિરુદ્ધ એફઆઈઆર બાદ અંકિતા લોખંડેએ શૅર કરી પોસ્ટ

અંકિતા લોખંડે અને સુશાંત સિંહ રાજપૂતની મુલાકાત એકતા કપૂરના શો 'પવિત્ર રિશ્તા'ના સેટ પર થઈ હતી અને બન્ને જણા એકબીજાને છ વર્ષ સુધી ડેટ કરતા હતાં. અભિનેતાના મૃત્યુ પછી અંકિતા સતત તેની માટે ન્યાયની માંગણી કરી રહી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK