Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બાગી 3માં શ્રદ્ધા કપૂરની બહેનની ભૂમિકામાં દેખાશે અંકિતા લોખંડે

બાગી 3માં શ્રદ્ધા કપૂરની બહેનની ભૂમિકામાં દેખાશે અંકિતા લોખંડે

25 September, 2019 01:51 PM IST | મુંબઈ

બાગી 3માં શ્રદ્ધા કપૂરની બહેનની ભૂમિકામાં દેખાશે અંકિતા લોખંડે

અંકિતા લોખંડે

અંકિતા લોખંડે


અંકિતા લોખંડેને ‘બાગી 3’માં શ્રદ્ધા કપૂરની બહેનનું પાત્ર ભજવવાની તક મળી છે. આ ફિલ્મમાં ટાઇગર શ્રોફનાં ભાઈનાં રોલમાં રિતેશ દેશમુખ જોવા મળશે. ૨૦૨૦ની ૬ માર્ચે ‘બાગી 3’ રિલીઝ થવાની છે. અહમદ ખાન આ ફિલ્મનાં ડિરેક્ટર અને સાજિદ નડિયાદવાલા પ્રોડ્યુસર છે. ‘મણિકર્ણિકા : ધ ક્વીન ઑફ ઝાંસી’ દ્વારા અંકિતાએ બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. પોતાનું પાત્ર લોકોને પસંદ પડશે એવુ જણાવતાં અંકિતાએ કહ્યું હતું કે ‘આ મારા માટે ચૅલેન્જિંગ છે. જોકે મારો વિશ્વાસ છે કે લોકો મારી આ ભૂમિકાની નોંધ લેશે. આ ફિલ્મ પહેલાની બે ફિલ્મો કરતાં અલગ છે. ‘બાગી 3’માં ફૅમિલીને સંબંધિત સ્ટોરી દેખાડવામાં આવશે. ફિલ્મમાં હું ફન-લવિંગ પાત્ર ભજવી રહી છું. તેની બહેન સાથે તેનાં સારા રિલેશન હોય છે. આવી ભૂમિકા આ અગાઉ મેં કદી પણ ટેલિવિઝન કે બૉલીવુડમાં નથી ભજવી. એથી આ ફિલ્મમાં દર્શકો મને કદી પણ ન જોઈ હોય એવા અવતારમાં જોઈ શકશે.’


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2019 01:51 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK