Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > શિબાની દાંડેકરની '2 સેકેન્ડ ફેમ'ની વાત પર અંકિતા લોખંડેનો જવાબ,કહ્યું આ

શિબાની દાંડેકરની '2 સેકેન્ડ ફેમ'ની વાત પર અંકિતા લોખંડેનો જવાબ,કહ્યું આ

11 September, 2020 10:19 AM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

શિબાની દાંડેકરની '2 સેકેન્ડ ફેમ'ની વાત પર અંકિતા લોખંડેનો જવાબ,કહ્યું આ

શિબાની VS અંકિતા

શિબાની VS અંકિતા


અંકિતા લોખંડેની એક પોસ્ટ પછી બોલીવુડ એક્ટ્રેસ શિબાની દાંડેકરે તેના પર નિશાનો સાધ્યો હતો. તેની સાથે જ શિબાનીએ કહ્યું કે રિયા ચક્રવર્તીને ટાર્ગેટ કરીને 2 સેકેન્ડનો ફેમ મેળવવા માગે છે. શિબાની દાંડેકરની આ પોસ્ટનો હવે અંકિતા લોખંડેએ જબરજસ્ત જવાબ આપ્યો છે. તેણે લખ્યું કે હું બોલીવુડમાં અને ટીવીમાં છેલ્લા 17 વર્ષથી છું અને જ્યારે મેં મારા મિત્ર માટે ન્યાય માગવાનો પ્રયત્ન કર્યો તો એક વિચાર વ્યક્ત કરવામાં આવ્યો કે હું આ ન્યાય એટલા માગે માગી રહી છું, કારણકે મને 2 સેકેન્ડની લોકપ્રિયતા અને ફેમની જરૂર છે.

અંકિતા લોખંડેની આ પોસ્ટને લઈને ઘણાં ટેલિવીઝન કલાકારોએ પણ ટ્વીટ કરી રહ્યા છે. અભિનેત્રીએ પોતાની પોસ્ટમાં શિબાની દાંડેકરને જવાબ આપતાં લખ્યું છે કે, "2 સેકેન્ડની લોકપ્રિયતા", આ રૂઢીપ્રયોગે મને વિચાર કરતી કરી દીધી છે. મેં ટેલીવિઝન ઇન્ડસ્ટ્રીમાં જી સિને સ્ટાર કી ખોજ શૉથી 2004માં પગ મૂક્યો. પણ મારી ખરી જર્ની 2009માં પવિત્ર રિશ્તા સાથે શરૂ થઈ, જે 2014 સુધી ચાલ્યો. હું તેની સાથે અન્યાય કરીશ જો હું એ નહીં કહું કે શૉ હાઇએસ્ટ ટીઆરપી સાથે છ વર્ષ સુધી સૌથી બેસ્ટ શૉ રહ્યો. પ્રસિદ્ધિ ફક્ત પ્રેમથી મળે છે જે એક્ટરને જનતા પાસેથી પ્રાપ્ત થાય છે. દર્શકોની સાથે હું પણ હજી પણ અર્ચનાના કેરેક્ટર સાથે પોતાને જોડાયેલી જોઇ શકું છું."



 
 
 
View this post on Instagram

"2 seconds of fame" This phrase got me thinking today. Coming from a tier 2 city and belonging to a humble background, I had no fancy education to show for myself. I entered the television industry in the year 2004 with a show called Zee Cine Star Ke Khoj. But my real journey began in 2009 with the show "PAVITRA RISHTA" which went on till 2014. I would be doing an injustice if I don't mention that it was among one of the best shows for 6 consecutive years with the highest GEC TRP on television till date. Fame is only a byproduct of the love and warmth that an actor receives from the masses. Along with all the viewers, I, too still feel connected to the character of "ARCHANA". Both, my fate and the people have been kind enough to me shower their blessings and love upon me. The aspiration of an actor trying to portray as many different roles and characters as possible, led me to explore. Luckily, I got the opportunity to work in Manikarnika as well as Baghi 3. To conclude, I have been an ACTOR in Television & Bollywood for the past 17 years & now, when I am trying to support justice for my late friend, a view has been expressed that I am seeking JUSTICE because I need 2 seconds of fame and cheap publicity! I cannot fathom as to why any person would take such a stand. Is it because I have worked mostly on television and not in Bollywood? Is that why you would take a stand for the person with whom you have had a relationship for almost a decade? Stop looking down on we television actors, if that was your reason for describing my words as 'GROTESQUE' . It takes an equal amount of hard work and dedication for the actors in the television industry as it would take in Bollywood. I am proud to be a television actor. And if not for anything, I shall always raise my voice for the people I love and care about. #proudtobeatelevisionactor #WarriorsRoar4SSR #justiceforsushant

A post shared by Ankita Lokhande (@lokhandeankita) onSep 10, 2020 at 7:29am PDT


અંકિતા લોખંડેએ પોતાનની પોસ્ટમાં આગળ લખ્યું છે કે, "સૌભાગ્યથી મને મણિકર્ણિકા અને બાગી 3માં કામ કરવાની તક મળી. તેમને જોડતાં, હું ટેલીવિઝન અને બોલીવુડમાં છેલ્લા 17 વર્ષથી એક્ટ્રેસ છું અને હવે જ્યારે મારા મિત્ર સુશાંત માટે ન્યાયનું સમર્થન કરું છું તો મારી માટે એક વિચાર વ્યક્ત કરવામાં આવ્યો કે હું ન્યાયની વાત એટલા માટે કરું છું, કારણકે મને 2 સેકેન્ડની પ્રસિદ્ધિ અને સસ્તો પ્રચાર જોઈએ છે. આવું એટલા માટે કારણકે મેં ટેલીવિઝનમાં વધારે કામ કર્યું છે, બોલીવુડમાં નહીં?"


 
 
 
View this post on Instagram

#BlazeItUpForRhea #justiceforrhea

A post shared by Shibani Dandekar (@shibanidandekar) onSep 10, 2020 at 2:24am PDT

અંકિતા લોખંડેએ પોસ્ટમાં આગળ ટેલીવિઝન એક્ટ્રેસ તરીકે પણ વાત કરી છે. તેણે લખ્યું છે કે, "શું એ જ કારણસર તમે તે વ્યક્તિ તરફનું વલણ અપનાવો છો, જેની સાથે તમારો લગભગ એક દાયકાથી સંબંધ છે? અમારા જેવા ટેલીવિઝન એક્ટરની ટીકા કરવાનું બંધ કરો. ટેલીવિઝન ઉદ્યોગમાં કલાકારો માટે સખત મહેનત અને સમર્પણની એટલી જ જરૂર હોય છે, જેટલી બોલીવુડમાં. હું ટેલીવિઝન એક્ટ્રેસ છું તે વાતનો મને ગર્વ છે. અને જો કોઇ વસ્તુ માટે નહીં હોય તો હું હંમેશાં તે લોકો માટે મારો અવાજ ઉઠાવીશ, જેમને હું પ્રેમ કરું છું અને જેમની ચિંતા કરું છું."

Whatsapp-channel Whatsapp-channel

11 September, 2020 10:19 AM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK