અનિલ કપૂરને યાદ આવી ઋષિ કપૂર સાથેની 'Happy memories', શેર કરી જુની તસવીરો

Published: 14th May, 2020 13:00 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

સોનમ કપૂર અને રણબીર કપૂરની ડેબ્યૂ ફિલ્મ 'સાંવરિયા'ના લૉન્ચિંગની તસવીરો શેર કરીને જુની યાદોને વાગોળી

તસવીરમાં ર્સ્વગીય ઋષિ કપૂર, રણબીર કફુર, સોનમ કપૂર અને અનિલ કપૂર
તસવીરમાં ર્સ્વગીય ઋષિ કપૂર, રણબીર કફુર, સોનમ કપૂર અને અનિલ કપૂર

બૉલીવુડના ચોકલેટ બોય ઋષિ કપુર 30 એપ્રિલ 2020ના રોજ દુનિયાને અલવિદા કહીને ચાલ્યા ગયા છે. પરંતુ ફેન્સ અને કલાકારો હજી પણ તેમની વિદાયને સ્વિકારી શક્યા નથી. બોલીવુડમાં પણ ઋષિના અનેક ફેન્સ છે અને તેમાના એક એટલે અનિલ કપૂર. અનિલ કપૂર તેમના 'જેમ્સ' એટલે કે ઋષિ કપૂરને યાદ કરી રહ્યાં છે.

અનિલ કપૂરે તાજેતરમાં ઈન્સ્ટાગ્રામ ઋષિ કપૂર સાથેના ફોટોની સિરીઝ પોસ્ટ કરી છે. આ તસવીરો ઋષિ-નીતૂ કપૂરના દિકરા રણબીર કપૂર અને અનિલ-સુનિતા કપૂરની દિકરી સોનમની 2007માં આવેલી ડેબ્યૂ ફિલ્મ 'સાંવરિયા'ના લૉન્ચિંગની છે. અનિલે કેપ્શનમાં લખ્યું છે કે, જેમ્સને યાદ કરી રહ્યો છું. સોનમ અને રણબીરના કરિયરની લૉન્ચિંગ જે નીતૂ, ઋષિ અને આપણા સહુની ખુશીઓની યાદગાર પળો છે.

 

 
 
 
View this post on Instagram

Remembering James.... Sharing the launch of Sonam and Ranbir’s careers with Neetu and Rishi is one of the happiest memories of my life...

A post shared by anilskapoor (@anilskapoor) onMay 13, 2020 at 12:49am PDT

ફિલ્મ 'સાંવરિયા'ની વાત કરીએ તો સંજય લીલા ભણસાલી દ્વારા ડિરેક્ટર કરેલી સોનમ અને રણબીરની આ ડેબ્યૂ ફિલ્મ ફ્લોપ રહી હતી.

આ પહેલા પણ ઋષિ કપૂરના નિધન બાદ તેમને યાદ કરતા અનિલ કપૂરે કહ્યું હતું હતું કે તે ઋષિને જેમ્સ શા માટે બોલાવે છે. અનિલે કહ્યું હતું કે, ઋષિ કપૂરને જેમ્સ બોલાવવાનું કારણ એ છે કે તેઓ પહેલા એવા વ્યક્તિ હતા જે અમેરિકન એક્ટર જેમ્સ ડીન જેટલા સુંદર દેખાતા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK