અનિલ કપૂરે ઇન્સ્ટાગ્રામ પર પોતાની લવ સ્ટોરી શૅર કરી છે. 19મે એટલે કે આજે તેમના લગ્નની વર્ષગાઠ છે. પણ આ પહેલા જ તેમણે સેલિબ્રેશન શરૂ કરી દીધું હતું. તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શૅર કરતા જણાવ્યું કે કેવી રીતે તેણે કરિઅર અને પ્રેમમાંથી પ્રેમની પસંદગી કરી.
પહેલા કહી પ્રપૉઝ કરવાની સ્ટોરી
વીડિયોમાં અનિલ કપૂર કહે છે કે આ એક ઘણી લાંબી લવ સ્ટોરી છે, જેની શરૂઆત 17મેની રાતે થઈ હતી. હું કોઇક મોટી ફિલ્મ સાઇન કરવા જતો હતો, જે મારા કરિઅરનું સૌથી મોટું પગલું સાબિત થવાની હતી અને 18મી મેના મેં તેનાથી મોટું પગલું લીધું.
એક સમય આવ્યો જ્યારે મને કરિઅર અને પ્રેમમાંથી એકની પસંદગી કરવાની હતી, મેં પ્રેમની પસંદગી કરી અને 18ના સુનીતાને પ્રપૉઝ કર્યું. મેં મારી ગર્લફ્રેન્ડ સુનીતા સામે મારી પત્ની બનવાનો પ્રસ્તાવ મૂક્યો.
લોકો વર્ષગાંઠ ઉજવે છે પણ અમે પ્રપૉઝલની પણ વર્ષગાંઠ ઉજવીએ છીએ. અમે પોતાને એ ક્યારેય નથી ભૂલવા દેતાં કે અમે કેટલા ભાગ્યશાળી છીએ. વેડિંગ સ્ટોરી જોવા માટે આવતી કાલ સુધી રાહ જુઓ.
આજે જ અનિલ કપૂરે પોતાની અને પત્નીની કેટલીક તસવીરો સાથે લગ્નની બે જૂની તસવીરો પણ શૅર કરી છે સાથે કૅપ્શન આપ્યું છે જેમાં તેમણે પ્રપૉઝ કર્યા પછી લગ્ન માટે ઘણો સમય લીધો જેનું કારણ જણાવતા અનિલ કપૂર લખ્યું છે કે તે નક્કી કરવા માગતા હતા કે તે સુનિતાને ખુશ રાખી શકશે કે નહીં. આ કૅપ્શનમાં અનિલ કપૂરે તેમના લગ્નની સ્ટોરી સંભળાવી છે અને સાથે લગ્નની વર્ષગાંઠની વધામણી પણ આપી છે. સાથે જ પોતાના અંગત જીવન સાથે જોડાયેલા કેટલાક રહસ્યો પણ ઉઘાડ્યા છે.
લાઇફમાં એક તબક્કો એવો પણ આવ્યો જ્યારે માત્ર પૈસા માટે ફિલ્મોમાં કામ કર્યું હતું અનિલ કપૂરે
12th January, 2021 15:32 ISTલોકો થિયેટર્સમાં ફિલ્મો જોવા માટે આતુર છે: અનિલ કપૂર
7th January, 2021 16:36 ISTજ્યારે અનિલ કપૂરે કપિલ શર્માને પૂછ્યું કે મેં ઓફર કરેલા રોલ્સ કેમ ન સ્વીકાર્યા
3rd January, 2021 20:06 ISTહું સ્પર્ધાત્મક છું, પરંતુ ભ્રમમાં નથી રહેતો: અનિલ કપૂર
3rd January, 2021 17:30 IST