રિશી કપૂરને મ‍ળવા અનિલ અને ટીના અંબાણી અને રાજ કુમાર હિરાણી પહોચ્યા

May 26, 2019, 11:18 IST

રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણી અને તેમનાં વાઇફ ટીના અંબાણી ન્યુ યૉર્કમાં રિશી કપૂરને મળવા પહોંચ્યાં હતાં. રાજકુમાર હીરાણી પણ ન્યુ યૉર્કમાં રિશી કપૂરને મળવા પહોંચ્યા હતા.

રિશી કપૂરને મ‍ળવા અનિલ અને ટીના અંબાણી અને રાજ કુમાર હિરાણી પહોચ્યા
રાજકુમાાર હિરાણી સાથે રિશી અને નિતુ કપૂર

રિલાયન્સ ગ્રુપના ચૅરમૅન અનિલ અંબાણી અને તેમનાં વાઇફ ટીના અંબાણી ન્યુ યૉર્કમાં રિશી કપૂરને મળવા પહોંચ્યાં હતાં. રિશી કપૂર અને ટીના અંબાણીએ ‘કર્ઝ’માં સાથે કામ કર્યું હતું. રિશી કપૂર હાલમાં ન્યુ યૉર્કમાં કૅન્સરની સારવાર લઈ રહ્યા છે. અનિલ અંબાણી અને ટીના અંબાણી સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું કે ‘મારા જૂનાં ફ્રેન્ડ્સ અનિલ અને ટીનાને મળીને ખૂબ આનંદ થયો. તેમના દીકરા અંશુલના ગ્રૅજ્યુએશન પર અભિનંદન. આ ફોટોમાં નીતુ નથી, કારણ કે તે મારા માટે ડિનર બનાવી રહી છે.’

રાજકુમાર હીરાણી પણ ન્યુ યૉર્કમાં રિશી કપૂરને મળવા પહોંચ્યા હતા. આ મુલાકાતનો ફોટો રિશી કપૂરે ટ્‍‍વિટર પર શૅર કર્યો હતો. ફોટોમાં રિશી કપૂર સાથે નીતુ કપૂર અને રાજકુમાર હીરાણી દેખાઈ રહ્યાં છે. આ ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રિશી કપૂરે ટ્વીટ કર્યું હતું, ‘રાજુ હીરાણી આટલા સમય સુધી અમારી સાથે રહેવા માટે તારો આભાર. મારા જ પ્રોફેશનના લોકોને મળવું સારું લાગે છે અને અમે ફિલ્મો પર ચર્ચા કરીએ છીએ.’

 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK