ઇરફાન ખાનના જન્મદિવસે રિલીઝ થયો અંગ્રેજી મીડિયમનો લૂક, આ છે રિલીઝ ડેટ

Published: Jan 07, 2020, 14:39 IST | Mumbai Desk

આ ફિલ્મના પ્રૉડક્શન દ્વારા આજે ઇરફાનના જન્મદિવસના ખાસ અવસરે તેની ફિલ્મનો ઇરફાનનો પહેલો લૂક શૅર કરવામાં આવ્યો છે.

બોલીવુડના સૌથી સારા એક્ટરમાંના એક ઇરફાન ખાન આજે પોતાનો 53મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. ઇરફાન ખાન ટૂક સમયમાં જ ફિલ્મ અંગ્રેજી મીડિયમમાં દેખાવાનો છે. આ ફિલ્મના પ્રૉડક્શન દ્વારા આજે ઇરફાનના જન્મદિવસના ખાસ અવસરે તેની ફિલ્મનો ઇરફાનનો પહેલો લૂક શૅર કરવામાં આવ્યો છે. સાથે જ ફિલ્મની રિલીઝ ડેટ પણ અનાઉન્સ કરવામાં આવી છે.

તાજેતરમાં જ મેડૉક ફિલ્મના ઑફિશિયલ ઇન્સ્ટાગ્રામ પેજ પરથી ઇરફાન ખાનનો ફર્સ્ટ લૂક શૅર કરવામાં આવ્યો છે. આ પોસ્ટરમાં ઇરફાન ખાન, શર્ટની ઉપર સ્વેટર અને હાફ જેકેટ પહેરીને સ્માઇલ કરતો દેખાય છે. આ પોસ્ટમાં ફિલ્મ અંગ્રેજી મીડિયમની રિલીઝ ડેટની માહિતી આપતાં લખ્યું છે, હેપ્પી બર્થડે સારાઓમાંના એક ઇરફાન, બર્થડે ટ્રીટ તરીકે અમે પણ બધાં ચાહકો માટે માર્ચ 2020માં ફિલ્મ રિલીઝ કરી રહ્યા છીએ. જણાવીએ કે ફિલ્મની રિલીઝ 20 માર્ચ રાખવામાં આવી છે.

આ પહેલા પણ કરીના કપૂર અને ઇરફાન ખાનનો એક પોસ્ટર સામ્ આવી ચૂક્યો છે, જેમાં બન્ને દેખાતા હતા. જણાવીએ કે ફિલ્મ અંગ્રેજી મીડિયમ વર્ષ 2017માં આવેલી ફિલ્મ હિન્દી મીડિયમની સીક્વલ છે. આ ફિલ્મમાં પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરે ફીમેલ લીડ રોલ ભજવ્યું હતું.

હિન્દી મીડિયમ ફિલ્મને 14 કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી હતી. આ ફિલ્મે બૉક્સ ઑફિસ પર ધમાકેદાર પરફોર્મન્સ આપતાં 322.4 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું હતું.

20 માર્ચ 2020માં રિલીઝ થનારી ફિલ્મ અંગ્રેજી મીડિયમને હોમી અદાજાનિયા દ્વારા નિર્દેશિત કરવામાં આવી છે, તો ફિલ્મ દિનેશ વિઝને પ્રૉડ્યૂસ કરી છે. આ ફિલ્મમાં બોલો તારા રારા ગીતને પણ રીક્રિએટ કરવામાં આવી.

આ પણ વાંચો : બિપાશા બાસુએ આ રીતે સાબિત કર્યું કે તે પણ છે એક ફેમિલી ગર્લ

અંગ્રેજી મીડિયમમાં ઇરફાન ખાન, કરીના કપૂર સિવાય, રાધિકા મદન, દીપક દોબ્રિયાલ, કીકૂ શારદા, ડિમ્પલ કપાડિયા અને રણવીર શોરે પણ મુખ્ય પાત્ર ભજવતાં દેખાવાના છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK