‘પાગલપંતી’નાં ડિરેક્ટર અનીસ બઝમીનું માનવુ છે કે ફિલ્મોને એન્ટરટેઇનિંગ બનાવવા માટે આજ કાલ લોકો ડબલ મિનીંગ ડાયલૉગ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તેમણે ‘નો એન્ટ્રી’ અને ‘વેલકમ’ જેવી મનોરંજક ફિલ્મો બનાવી છે. જોકે પોતાની ફિલ્મોમાં આવા ડાયલૉગ્સનો ઉપયોગ નથી કરતાં એવુ જણાવતાં અનીસ બઝમીએ કહ્યું હતું કે ‘મારી ફિલ્મોમાં હું ડબલ મીનિંગ ડાયલૉગ્સ નથી લખતો. જોકે જે લોકો પોતાની ફિલ્મોમાં આવા ડાયલૉગ્સનો ઉપયોગ કરે છે મને તેમનાંથી કોઈ વાંધો નથી. મારુ માનવું છે કે જો તમારા પાસે દિમાગ હોય, લખવામાં તમારી હથોટી હોય અને સખત મહેનત કરવા માટે પણ તૈયાર હો તો મને લાગે છે કે તમને આવા શોર્ટ-કટ્સની જરૂર નથી. હું એક બાબત હંમેશાં મારા દિમાગમાં રાખુ છું કે બાળકોને શું જોવુ ગમશે અને શું નહીં ગમે.’
પાગલપંતીમાં નીરવ મોદી અને વિજય માલ્યાનો છે ઉલ્લેખ, નિર્દેશકે કહીં આ વાત
Nov 21, 2019, 16:59 ISTજૉન અબ્રાહમ અને ઈલિયાના ડિક્રૂઝની 'પાગલપંતી' આવી સામે, અનિલ અને અરશદ પણ નથી પાછળ
Oct 19, 2019, 16:17 ISTઅક્ષયકુમારને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે ભૂલભુલૈયા 2ની સ્ક્રિપ્ટ : અનીસ બઝમી
Sep 01, 2019, 10:52 ISTજૉન અબ્રાહમ, ઈલેનાની ફિલ્મ પાગલપંતીની રીલિઝ ડેટમાં ફેરફાર, આ દિવસે આવશે મોટા પડદા પર
May 27, 2019, 16:30 IST