Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સક્સેશનના ડિરેક્શન માટે એમી અવૉર્ડ મળ્યો એન્ડ્રિજ પારેખને

સક્સેશનના ડિરેક્શન માટે એમી અવૉર્ડ મળ્યો એન્ડ્રિજ પારેખને

22 September, 2020 12:52 PM IST | Mumbai
Agencies

સક્સેશનના ડિરેક્શન માટે એમી અવૉર્ડ મળ્યો એન્ડ્રિજ પારેખને

એન્ડ્રિજ પારેખ

એન્ડ્રિજ પારેખ


એન્ડ્રિજ પારેખને એચબીઓની સિરીઝ ‘સક્સેશન’ના એપિસોડ ‘હન્ટિંગ’ માટે એમી અવૉર્ડ મળ્યો છે. ‘સક્સેશન’ની ટીમ માટે આ બીજો અવૉર્ડ છે. આ શોના એપિસોડ ‘ધીસ ઇઝ નોટ ફૉર ટિઅર્સ’ માટે રાઇટર જેસી આર્મસ્ટ્રૉન્ગને અવૉર્ડ આપવામાં આવ્યો હતો. આ શોની થીમ ગ્લોબલ મીડિયા અને હૉસ્પિટાલિટી એમ્પાયરની આસપાસ ફરે છે. આ કંપની પર કન્ટ્રોલ રાખવા એક ફૅમિલી કેવી-કેવી પરિસ્થિતિમાંથી પસાર થાય છે એ દેખાડવામાં આવ્યું છે. આઉટસ્ટૅન્ડિંગ ડિરેક્ટિંગ ફૉર અ ડ્રામા સિરીઝ કૅટેગરીમાં એન્ડ્રિજ પારેખની સાથે બેન્જામિન કેરોન અને જેસિકા હોબ્સનું નામ ‘ધ ક્રાઉન’, લેસલી લિન્કા ગ્લેટરને ‘હોમલૅન્ડ’ માટે, મિમિ લેડરને ‘ધ મૉર્નિંગ શો’ માટે, ‘ઓઝાર્ક’ માટે અલિક સાખરોવ અને બેન સેમાનોફ તેમ જ ‘સક્સેશન’ માટે માર્ક મેફોલ્ડનું નામ પણ સામેલ હતું. 72મા એમી અવૉર્ડ્સનું આયોજન લૉસ ઍન્જલસમાં આવેલા માઇક્રોસૉફ્ટ થિયેટરમાં કરવામાં આવ્યું હતું, પરંતુ કોરોના વાઇરસને પગલે એનું આયોજન વર્ચ્યુઅલ કરવામાં આવ્યું હતું.


Whatsapp-channel Whatsapp-channel

22 September, 2020 12:52 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK