પૉલ બના પાર્લર-મેન

Published: May 25, 2020, 21:36 IST | Mumbai Correspondence | Rajkot

એન્કર-એક્ટર મનીષ પૉલે વાઇફ સંયુક્તા પૉલની આઇબ્રો કરવાની સાથોસાથ તેનો મેકઅપ પણ કર્યો

પત્ની સંયુક્તા પૉલને મેક-અપ કરતા પતિ મનીષ પૉલ
પત્ની સંયુક્તા પૉલને મેક-અપ કરતા પતિ મનીષ પૉલ

તમને યાદ હશે, લૉકડાઉનમાં મનીષ પૉલના વધેલાં વાળને શૅપ આપવાનું વાઇફ સંયુક્તા પૉલે કર્યુ હતું. મનીષે એનું સાટું વાળી દીધું છે. મનીષે સંયુક્તાને આઇબ્રો કરી આપવાથી માંડીને તેનો મેકઅપ પણ કર્યો. 

લૉકડાઉનમાં ઘરમાં ફસાઈ ગયેલા એક્ટર-એક્ટ્રેસમાં સૌથી હેપનિંગ રીતે જો કોઈ જીવી રહ્યું હોય તો આ પૉલ કપલ છે. બન્ને સાથે વર્કઆઉટ પણ કરે છે અને બન્ને એકબીજાની જરૂરિયાતોના પૂરક પણ બનવાનું કામ કરે છે. સંયુક્તાની આઇબ્રો વધી ગઈ હતી અને એ દરરોજ ફરિયાદ કરતી હતી એટલે એક દિવસ મનીષે એને સામેથી બ્યુટિશ્યન જેવી ટિપ આપીને પોતાની પાસે બેસાડી દીધી અને પછી પ્રોફેશનલ બ્યુટિશ્યનની અદાથી અસ્ત્રો હાથમાં લઈને બન્ને આઇબ્રોને મસ્ત મજાનો શૅપ આપી દીધો. સંયુક્તા માટે આ નવી વાત હતી. સંયુક્તા કહે છે, ‘મને ખબર નહોતી કે મનીષને આટલું સરસ આ કામ પણ આવડે છે.’

સંયુક્તાએ આ જ વાત પોતાના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પણ કરી અને મનીષે એનો જવાબ આપતાં લખ્યું કે, ‘મારી માટે તો વધારે ઇમ્પોર્ટન્ટ એ છે કે આટલો વિશ્વાસ કરીને સામે બેસી જવું.’
વાત ખોટી પણ નથી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK