Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હાર્ડકોર ઍક્શન કરવી છે અનન્યાને

હાર્ડકોર ઍક્શન કરવી છે અનન્યાને

27 November, 2020 09:11 PM IST | Mumbai
Agencies

હાર્ડકોર ઍક્શન કરવી છે અનન્યાને

હાર્ડકોર ઍક્શન કરવી છે અનન્યાને

હાર્ડકોર ઍક્શન કરવી છે અનન્યાને


અનન્યા પાન્ડેને હાર્ડકોર ઍક્શન ફિલ્મોમાં કામ કરવુ છે. તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની પાસે અનેક ફિલ્મો ઉપરાંત કેટલીક ઍડ-ફિલ્મો પણ છે. કરીઅરની શરૂઆત કરવાના થોડા સમયમાં જ તેના ચાહકોની સંખ્યા ઘણી વધી ગઈ છે. આ વિશે વધુ જણાવતાં અનન્યાએ કહ્યું હતું કે ‘લોકોની તમારી પાસે જે અપેક્ષા હોય અને આપણા પર જે પ્રેશર હોય એ બાબત મને પ્રેરણા આપે છે. એને લઈને હું આભારી છું, કારણ કે એ તો મારી કરીઅરની માત્ર શરૂઆત જ હતી. મેં થોડી જ ફિલ્મો કરી છે અને મારા અસંખ્ય ફૅન્સ થયા છે. હું જ્યારે પબ્લિક મીટિંગમાં જાઉં છું તો લોકો મારી પાસે આવીને મને ડાયલૉગ બોલવાનું અને સેલ્ફી લેવા કહે છે. મને એ બધું ખૂબ પસંદ છે. તેઓ મારી પાસે બેસ્ટની અપેક્ષા રાખે છે. એથી એ વસ્તુ મને વધુ પ્રેરણા આપે છે. મેં ઍક્ટર બનવાનું પસંદ કર્યું છે. એથી હું મારાં સપનાંઓને જીવી રહી છું. એક ઍક્ટરને હંમેશાં દર્શકોની જરૂર હોય છે. અમને લોકોનો સપોર્ટ મળી જાય છે. એ સિવાય બીજું શું જોઈએ?’
પોતાની ફિલ્મો વિશે અનન્યાએ કહ્યું હતું કે ‘હું ખૂબ ઉત્સાહિત છું કે મને વિવિધ પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે. એક તરફ હું શકુન બત્રાની આગામી ફિલ્મમાં દીપિકા પાદુકોણ અને સિદ્ધાંત ચતુર્વેદી સાથે કામ કરી રહી છું. ગોવાના શેડ્યુલમાં ખૂબ મજા આવી હતી. મને એ બન્ને કો-સ્ટાર્સ ખૂબ પસંદ છે, એથી એ ફિલ્મને લઈને હું ઉત્સાહિત છું. બીજી તરફ પૂરી જગન્નાથ સરના ડિરેક્શનમાં બની રહેલી વિજય દેવરાકોન્ડા સાથેની ફિલ્મમાં કામ કરી રહી છું. એ પણ તદ્દન અલગ ફિલ્મ છે. મને જે વિવિધ પ્રોજેક્ટ્સ મળી રહ્યા છે એને લઈને હું એક્સાઇટેડ છું. મારા ફૅન્સ સાથે દરેક બાબતો શૅર કરવા માટે આતુર છું.’
ડ્રીમ રોલ વિશે જણાવતાં અનન્યા પાન્ડેએ કહ્યું હતું કે ‘હું હવે હાર્ડકોર ઍક્શન ફિલ્મોમાં કામ કરવા માગું છું.’


Whatsapp-channel Whatsapp-channel

27 November, 2020 09:11 PM IST | Mumbai | Agencies

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK