ડૅડી ચંકી પાન્ડેના કૉન્ટૅક્ટસના કારણે ફિલ્મ નથી મળી: અનન્યા પાન્ડે

સોનિલ દેઢિયા | મુંબઈ | May 10, 2019, 10:36 IST

ણે જણાવ્યું હતું કે તે‌ણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ માટે ઑડિશન આપ્યું હતું અને ત્યાર બાદ જ તેને આ ફિલ્મ મ‍ળી છે.

 ડૅડી ચંકી પાન્ડેના કૉન્ટૅક્ટસના કારણે ફિલ્મ નથી મળી: અનન્યા પાન્ડે
અનન્યા પાંડે (File Photo)

અનન્યા પાન્ડેનું કહેવું છે કે તેને તેના ડૅડી ચંકી પાન્ડેની લાગવગથી ફિલ્મ નથી મળી. તેણે જણાવ્યું હતું કે તે‌ણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ માટે ઑડિશન આપ્યું હતું અને ત્યાર બાદ જ તેને આ ફિલ્મ મ‍ળી છે. અનન્યાની બે ખાસ ફ્રેન્ડ છે. એક છે શાહરુખની દીકરી સુહાના ખાન અને બીજી છે સંજય કપૂરની દીકરી શનાયા કપૂર. આ બન્ને પણ બૉલીવુડમાં પોતાની કરીઅર બનાવવા માગે છે. આ ત્રણેયની ગર્લગૅન્ગે સાથે જ સપનું જોયું હતું બૉલીવુડમાં આવવાનું. આ વિશે અનન્યાએ કહ્યું હતું કે ‘અમારું એક જ સપનું હતું કે અમે ઍક્ટર્સ બનીએ. આશા રાખું છું કે સુહાના અને શનાયા પણ જલદી જ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે, કારણ કે બન્ને ખૂબ જ ટૅલન્ટેડ છે. અમે જ્યારે નાનાં હતાં ત્યારે ફૅમિલી ફંક્શન્સમાં અમે શોઝ તૈયાર કરીને અમારા પેરન્ટ્સ સામે પર્ફોર્મ કરતાં હતાં. શાહરુખ ખાન સર અમારા પર્ફોર્મન્સને હૅન્ડિકૅમમાં રેકૉર્ડ કરતા હતા. ત્યાર બાદ અમે અેમાંથી શૉર્ટ ફિલ્મ્સ બનાવતાં હતાં.’

બૉલીવુડમાં ચાલી રહેલા નેપોટિઝમને લઈને અનન્યા વિશે પણ લોકો એમ જ વિચારે છે કે તેના ડૅડી ચંકી પાન્ડેને કારણે બૉલીવુડની રાહ તેના માટે સરળ હશે. આ સંદર્ભે અનન્યાએ કહ્યું હતું કે ‘હું ફિલ્મી ફૅમિલીમાંથી આવતી હોવાથી એ વાતથી હું જાણીતી છું. જોકે એક વાત હું સ્પષ્ટ કરવા માગું છું કે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’ માટે મેં ઑડિશન આપ્યું હતું. એથી એમ ન કહી શકાય કે મને મારા ડૅડીની લાગવગથી કે તેમના કૉન્ટૅક્ટ્સથી ફિલ્મ મળી છે. ઑડિયન્સ કંઈ સ્ટુપિડ નથી. મને આશા છે કે તેમને મારું કામ નક્કી પસંદ પડશે.’

આ પણ વાંચોઃ પરાણે વહાલી લાગે એટલી ક્યૂટ છે પાર્થિવ ગોહિલની પુત્રી નિર્વી, જુઓ ફોટોઝ

ટાઇગર શ્રોફ સાથે કામ કરવાની તક મળતાં તે ખૂબ ખુશ છે. આ વિશે અનન્યાએ કહ્યું હતું કે ‘પાંચ વર્ષ પહેલાં હું તેને મળવા તેના ઘરે ગઈ હતી. તેની પાસે મેં સલાહ માગી હતી. હવે આજે હું તેની સામે જ ડેવ્યુ કરી રહી છું. અમે સારા ફ્રેન્ડ્સ છીએ. ફિલ્મમાં એ અમારી કેમિસ્ટ્રીમાં જોવા મળશે. મસુરીના શેડ્યુલ બાદ તારા સુતરિયા અને હું એક ફૅમિલી જેવા બની ગયાં છીએ.’

 
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK