મારા પેરન્ટ્સની ઇચ્છા છે કે હું મારી ભૂલો પરથી જીવનમાં બોધપાઠ લઉં : અનન્યા પાન્ડે

Published: Feb 19, 2020, 11:04 IST | Mumbai

અનન્યા પાન્ડેએ જણાવ્યું હતું કે તેના પેરન્ટ્સની ઇચ્છા છે કે તે તેના જીવનના બોધપાઠ તેની ભૂલો પરથી શીખે. તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી.

અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડેએ જણાવ્યું હતું કે તેના પેરન્ટ્સની ઇચ્છા છે કે તે તેના જીવનના બોધપાઠ તેની ભૂલો પરથી શીખે. તેણે ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. ત્યાર બાદ તેણે કાર્તિક આર્યન અને ભૂમિ પેડણેકર સાથે ‘પતિ, પત્ની ઔર વોહ’માં કામ કર્યું હતું. તે હવે દીપિકા પાદુકોણ સાથે પણ જોવા મળવાની છે. ખૂબ જ ઓછા સમયગાળામાં તેને સફળતા મળી છે. એ વિશે તેના પેરન્ટ્સ શું વિચારે છે એ સંદર્ભે અનન્યાએ કહ્યું હતું કે ‘તેઓ ખૂબ ખુશ છે. પેરન્ટ્સ જ તમારા ખરા ફૅન્સ હોય છે. તેઓ તમારા માટે સારું જ વિચારતા હોય છે. હું ખૂબ ખુશ છું કે મારા પેરન્ટ્સ મારી સફળતાને જોઈ રહ્યા છે. તેઓ એ વાત પર ભાર મૂકતા હોય છે કે હંમેશાં બૅલૅન્સ્ડ લાઇફ જીવવાની. મેં ખૂબ જ નાની ઉંમરથી કામ કરવાનું શરૂ કરી દીધું હતું. તેઓ હંમેશાં મારી સાથે સમય કાઢીને મને નૉર્મલ લાઇફ જીવવાનો પ્રયાસ કરવા કહે છે.’

આ પણ વાંચો : ...તો વિદ્યા મલયાલમ હિરોઇન બની હોત

પેરન્ટ્સ તેને કઈ સલાહ આપે છે એમ પૂછતાં અનન્યાએ કહ્યું હતું કે ‘ખરું કહું તો તેઓ મને કોઈ સલાહ નથી આપતા. ખાસ કરીને મારા ડૅડી મને જાતે તમામ નિર્ણયો લેવા કહે છે અને ચાહે છે કે હું ભૂલો કરું. તેઓ મારા કામમાં દખલ નથી આપતા, કારણ કે તેઓ ઇચ્છે છે કે મારી લાઇફ હું પોતે જીવું અને એમાંથી બોધપાઠ લઉં. એથી તેઓ દરેક બાબત મને મારી મરજી મુજબ કરવા દે છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK