સુહાના બ્રિલીયન્ટ કલાકાર છે, આશા રાખુ છું કે આર્યન પણ ઍક્ટર બને : અનન્યા પાન્ડે

Published: 1st December, 2019 12:20 IST | Mumbai

અનન્યા પાન્ડેનું કહેવું છે કે સુહાના ખાન એક બ્રિલીયન્ટ કલાકાર છે અને તેને આશા છે કે આર્યન ખાન પણ ઍક્ટિંગમાં કરીઅર બનાવશે.

અનન્યા પાન્ડે
અનન્યા પાન્ડે

અનન્યા પાન્ડેનું કહેવું છે કે સુહાના ખાન એક બ્રિલીયન્ટ કલાકાર છે અને તેને આશા છે કે આર્યન ખાન પણ ઍક્ટિંગમાં કરીઅર બનાવશે. અનન્યાએ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર 2’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. તેની ‘પતિ, પત્ની ઔર વો’ પણ જલદી જ રિલીઝ થવાની છે. ચંકી પાન્ડેની દીકરી અનન્યા અને શાહરુખ ખાનનાં બાળકો સુહાના અને આર્યન સાથે મોટા થયા છે. સુહાનાની પ્રશંસા કરતાં અનન્યાએ કહ્યું હતું કે ‘સુહાના અને હું એક જ સ્કૂલમાં ભણતાં હતાં. ઍક્ટિંગને લગતી ઘણી બધી વસ્તુઓ અમે સાથે કરી હતી. સ્કૂલનાં તમામ નાટકોમાં અમે ભાગ લેતા હતાં. એમાં સુહાના લીડ રોલ ભજવતી હતી. તે એક બ્રિલીયન્ટ ઍક્ટર છે. અમે બન્નેએ ન્યુ યૉર્ક ફિલ્મ ઍકૅડેમીમાં ફિલ્મનો કૉર્સ સાથે જ કર્યો હતો. તે હાલમાં ત્યાં જ છે અને ઍક્ટિંગ પણ કરી રહી છે. સુહાના ટૅલન્ટેડ ઍક્ટરની સાથે જ ગ્રેટ સિંગર અને ડાન્સર પણ છે. સુહાના માટે ત્યાં ઘણી સારી વસ્તુઓ કરવા જેવી છે.’

suhana-khan

આર્યને ‘ધ લાયન કિંગ’ના હીન્દી વર્ઝનમાં સિમ્બાનાં કૅરૅક્ટરને અવાજ આપ્યો હતો. આર્યનને ડિરેક્શનમાં વધુ ઇન્ટરેસ્ટ છે. આર્યન વિશે જણાવતાં અનન્યાએ કહ્યું હતું કે ‘આર્યનને ડિરેક્શન તરફ વધુ ઇન્ટરેસ્ટ છે. મને લાગે છે કે તે એમાં ગ્રેટ છે. તે ખૂબ જ ક્રિએટીવ છે. તે એક સારો લેખક પણ છે.

આ પણ વાંચો : સૂર્યવંશીનું શૂટિંગ પૂરું કર્યું અક્ષયકુમારે

રમુજી અને સ્માર્ટ પણ છે. તેણે સિમ્બાનો વૉઇસ ઑવર ખૂબ જ સરસ રીતે કર્યો હતો. એથી થોડી સ્વાર્થી બનીને હું આશા રાખી શકું છું કે એક દિવસ તે જરૂર ઍક્ટર બનશે.’

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK