Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > વિન્રમ અભિષેક બચ્ચન, ટ્રોલરને સાદગીથી જવાબ આપી કર્યો ચૂપ

વિન્રમ અભિષેક બચ્ચન, ટ્રોલરને સાદગીથી જવાબ આપી કર્યો ચૂપ

19 December, 2020 12:15 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

વિન્રમ અભિષેક બચ્ચન, ટ્રોલરને સાદગીથી જવાબ આપી કર્યો ચૂપ

 અભિષેક બચ્ચન - ફાઇલ તસવીર

અભિષેક બચ્ચન - ફાઇલ તસવીર


અભિષેક બચ્ચને સોશ્યલ મીડિયામાં તેના કામને લઈને સવાલ કરનારને ખૂબ જ વિન્રમતાથી જવાબ આપ્યો છે. આ આખુંય પ્રકરણ ત્યારે શરૂ થયું જ્યારે એક્ઝિબિટર અક્ષય રાઠીએ ટ્વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘અક્ષયકુમાર એની આખી ફિલ્મનું શૂટિંગ પૂરું કરે છે એટલા સમયમાં તો અન્ય ઍક્ટર્સ માત્ર એક નાનકડા સીનને સમજે છે. તેની ફિલ્મો મોટી હિટ સાબિત થાય છે. અન્ય ઍક્ટર્સે સારી રીતે પ્લાન કરવાની જરૂર છે.’
અક્ષય રાઠીને જવાબ આપતાં અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘આ વાત યોગ્ય નથી. દરેકને પોતાની અલગ સ્ટાઇલ હોય છે. અલગ-અલગ લોકો અલગ-અલગ વસ્તુઓથી પ્રેરિત થાય છે. તેમની કામ કરવાની સ્પીડ પણ અલગ હોય છે.’
અભિષેકની આ વાતથી કેટલાક લોકો એમ સમજી બેઠા કે તે અક્ષયકુમારની વિરુદ્ધમાં છે. તો કેટલાકને અભિષેકના વિચારો યોગ્ય પણ લાગ્યા. એથી સોશ્યલ મીડિયામાં બે વર્ગમાં લોકો વિભાજિત થઈ ગયા. એક સોશ્યલ મીડિયા યુઝરે અભિષેકની નિંદા કરતાં તેને ટૅગ કરતાં ટ્વીટ કર્યું હતું કે ‘ભાઈ, જે લોકો સમાજમાં સારું ઉદાહરણ સ્થાપિત કરતા હોય તો તેમની પ્રશંસા કરવી જરૂરી છે. જે સારાં કામ ન કરે તેમની પ્રશંસા નથી થતી. આ એક સીધી વાત છે. હું માનુ છું કે તું સ્લો છે અને આ જ કારણસર તને ખરાબ પણ લાગે છે. સખત મહેનત કર અને તારી સ્પીડ વધાર.’
એથી એ વ્યક્તિને જવાબ આપતાં અભિષેક બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘મિસ્ટર પ્રભાકર, આ મહામારી દરમ્યાન મેં એક વેબ-સિરીઝ, એક ડૉક્યુમેન્ટરી અને ત્રણ ફિલ્મો પૂરી કરી છે. એમાંથી રિલીઝ પણ થઈ છે. હું વેબ-સિરીઝ, ડૉક્યુમેન્ટરી અને ફિલ્મને પ્રમોટ કરી રહ્યો છું. હું નથી માનતો કે મારી સ્પીડ કે મારો ઇરાદો કોઈ સમસ્યા હોઈ શકે છે.’


Whatsapp-channel Whatsapp-channel

19 December, 2020 12:15 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK