ગણેશ આચાર્ય વિરુદ્ધ સેક્સ્યુઅલ હૅરેસમેન્ટનો એફઆરઆઈ દાખલ

Updated: Feb 06, 2020, 11:26 IST | Mumbai

અમે ગણેશ આચાર્ય અને બે અન્ય વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી છે. આ વિશે ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે.

ગણેશ આચાર્ય વિરુદ્ધ કરેલી ફરિયાદને પગલે પોલીસે એફઆઇઆર દાખલ કરી છે. બૉલીવુડના કોરિયોગ્રાફર ગણેશ આર્ચાય પર આસિસટન્ટ મહિલા કોરિયોગ્રાફરે કરેલી સેક્સ્યુઅલ હરેસમેન્ટની ફરિયાદ બાદ ગઈ કાલે એફઆઇઆર ફાઇલ કરવામાં આવી હતી. ૨૬ જાન્યુઆરીએ આ મહિલા સાથે મારપીટ કરવામાં આવી હતી અને એમાં જયશ્રી કેલકર અને પ્રીતિ લાડનું નામ આવ્યું હતું. આ આસિસટન્ટ મહિલા કોરિયોગ્રાફરે ગણેશ આર્ચાય પર જબરદસ્તી પોર્ન દેખાડવાનો પણ આરોપ મૂક્યો હતો. આ વિશે એડિશનલ કમિશનર ઑફ પોલીસ મનોજ શર્માએ કહ્યું હતું કે ‘અમે ગણેશ આચાર્ય અને બે અન્ય વ્યક્તિ વિરુદ્ધ એફઆરઆઈ દાખલ કરી છે. આ વિશે ઇનવેસ્ટિગેશન ચાલી રહ્યું છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK