સૈફ અલી ખાનની પૉલિટિકલ થ્રિલર સિરીઝમાં અમાયરા દસ્તૂર અને ગૌહર ખાનની એન્ટ્રી

Published: 10th February, 2020 15:47 IST | Parth Dave | Mumbai Desk

ઍમેઝૉન પ્રાઇમ પર આવનારી દસ એપિસોડની આ સિરીઝ ‘સુલતાન’ અને ‘ટાઇગર ઝિંદા હૈ’ ફેમ અલી અબ્બાસ ઝફર બનાવી રહ્યા છે

તાજેતરમાં ઍમેઝૉન પ્રાઇમની આ વર્ષે જેટલી પણ વેબ-સિરીઝ આવવાની છે એને લગતો એક વિડિયો રિલીઝ થયો હતો જેમાંથી એક પૉલિટિકલ થ્રિલર પણ છે. આ વેબ-સિરીઝનું નામ ‘તાંડવ’ અથવા ‘દિલ્લી’ હોઈ શકે છે. ડિરેક્ટર અલી અબ્બાસ ઝફર આ શોથી ડિજિટલ ડેબ્યુ કરી રહ્યા છે અને ગૌરવ સોલંકી (‘આર્ટિકલ 15’ના કો-રાઇટર) એના રાઇટર છે. અલી અબ્બાસ ઝફર ‘સુલતાન’, ‘ભારત’, ‘ટાઇગર ઝિંદા હૈ’ વગેરે ફિલ્મો માટે જાણીતા છે. તાજેતરમાં રિલીઝ થયેલી ‘તાન્હાજી’ અને ‘લાલ કપ્તાન’માં જેના અભિનયનાં વખાણ થયાં છે તે સૈફ અલી ખાન આ પૉલિટિકલ ડ્રામામાં લીડ રોલ ભજવશે.

સૈફ ૪૦ વર્ષના રાજકીય નેતા તરીકે જોવા મળશે જે યુવાનોમાં લોકપ્રિય હોય છે. ભૂતકાળ અને વર્તમાન પૉલિટિક્સ સિનારિયો તેમ જ સત્તા માટેની મહત્ત્વાકાંક્ષા અને લોભને લીધે કેવું પરિણામ આવે છે એ વાત અહીં રજૂ થશે. ૧૦ એપિસોડની આ સિરીઝમાં સૈફ ઉપરાંત અમાયરા દસ્તૂર (પ્રસ્થાનમ, જજમેન્ટલ હૈ ક્યા), ગૌહર ખાન (બિગ બૉસ, બેગમ જાન), સુનીલ ગ્રોવર (ભારત), ઝિશાન અય્યુબ (રાંઝણા, તનુ વેડ્સ મનુ) પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK