પ્રતીક અને ઍમીની રિયલ લાઇફ જોડી હજી જામેલી છે

Published: 20th August, 2012 05:37 IST

આ પ્રેમીઓનું બ્રેક-અપ થયું હોવાની ચર્ચા સાવ અફવા છે

પ્રતીક અને ઍમી જૅક્સને જ્યારથી ‘એક દીવાના થા’માં સાથે કામ કર્યું છે ત્યારથી ચારે તરફ તેમના પ્રેમપ્રકરણની ચર્ચા થઈ રહી છે. તેઓ જાહેરમાં પણ ઘણી વાર શારીરિક નિકટતા માણતાં જોવામાં આવ્યાં છે. તેમણે પછી જાહેરમાં પણ તેમના પ્રેમનો એકરાર કર્યો હતો. જોકે હાલમાં એવા સમાચાર આવ્યા હતા કે તેમના પ્રેમપ્રકરણનો આખરે અંત આવી ગયો છે. જોકે આ બન્નેના કૉમન ફ્રેન્ડ સમ ખાઈને કહેવા તૈયાર છે કે આ સમાચાર અફવા જ છે અને તેમનું પ્રેમપ્રકરણ હજી પુરબહારમાં ચાલી રહ્યું છે. હાલમાં તેઓ બન્ને પોતપોતાના કામને કારણે એકબીજાથી દૂર હોવાને કારણે આ અફવા ફેલાઈ છે.

પ્રતીક અને ઍમીના સંબંધો વિશે વાત કરતાં પ્રતીકનો નજીકનો એક મિત્ર કહે છે, ‘પ્રતીક અને ઍમીના પ્રેમપ્રકરણનો અંત આવી ગયો હોવાની ચર્ચા સાવ ખોટી છે. દરેક સંબંધમાં નાના-નાના ઝઘડા તો થતા રહે છે. ઍમીને એની ફિલ્મના શૂટિંગ માટે ચેન્નઈમાં સારોએવો સમય પસાર કરવો પડે છે અને પ્રતીક પણ તેના કામમાં વ્યસ્ત છે. આ બન્ને છેલ્લા કેટલાક સમયથી સાથે નથી જોવા મળ્યાં એનો મતલબ એ નથી કે તેમના સંબંધોનો અંત આવી ગયો છે.’

પ્રતીક-ઍમીનો ટૅટૂમાં છલકાતો પ્રેમ

બૉલીવુડની એક વ્યક્તિએ આપેલી માહિતી પ્રમાણે ઍમી ખરેખર પ્રતીક માટે બહુ પઝેસિવ છે અને તેની ગાડી ઘણી વાર પ્રતીકના ઘરની બહાર પાર્ક થયેલી જોવા મળે છે. ઍમી અને પ્રતીક બન્નેએ પોતાના હાથ પર ટૅટૂ કરાવ્યાં છે. એમીના ટૅટૂમાં લખેલું છે, ‘મેરા પ્યાર મેરા પ્રતીક’ જ્યારે પ્રતીકે લખાવ્યું છે, ‘મેરા પ્યાર મેરી ઍમી’.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK