મોગેમ્બોના પાત્ર માટે અમરીશ પુરી પહેલી પસંદ નહોતા, અભિનેતાએ જાતે ડિઝાઇન કર્યો હતો કોશ્ચ્યુમ

Published: 22nd June, 2020 17:47 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

મોગેમ્બો એક યાદગાર વિલન છે. તેનો ‘મોગેમ્બો ખુશ હુઆ’ સંવાદો આજે પણ લોકોને મ્હોં એ રમે છે. પણ તમે માનશો એ પાત્ર માટે અમરીશ પુરી પહેલી પસંદ નહોતા.

મોગેમ્બોના પાત્રમાં અમરીશ પુરી
મોગેમ્બોના પાત્રમાં અમરીશ પુરી

બૉલિવુડના દિગ્ગજ અભિનેતા અમરીશ પુરી હવે આ દુનિયામાં નહીં હોય પરંતુ તેમના પાત્રો અમર છે. મિસ્ટર ઇન્ડિયાના મોગેમ્બો જેવા વિલન હોય કે પછી દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગેના બાબુજી. અમરીશ પુરી એક બહુ અચ્છા ચરિત્ર અભિનેતા હતા અને તેમના ભારે અવાજને વિલનસ રોલ્સમાં તેમણે બખુબી વાપર્યો હતો. એક રિપોર્ટ અનુસાર બોની કપૂરે જણાવ્યું છે કે તેઓ પોતાના પાત્રને લઇને બહુ ઝીણી ઝીણી વિગતો પર કામ કરતા.તેમણે હમ પાંચ ફિલ્મમાં તો પોતાના પાત્રની વિગ સુદ્ધાં જાતે ડિઝાઇન કરી હતી.  આ ફિલ્મમાં કામ કરવા માટે તેમને 40 હજાર રૂપિયા ચુકવાયા હતા અને ફિલ્મ હિટ થઇ ત્યારે તેમને 10 હજારનું બોનસ અપાયું હતું. તેમને આ ફિલ્મને પગલે સ્ટારડમ મળ્યું હતું.

 મોગેમ્બો એક યાદગાર વિલન છે. તેનો ‘મોગેમ્બો ખુશ હુઆ’ સંવાદો આજે પણ લોકોને મ્હોં એ રમે છે. પણ તમે માનશો એ પાત્ર માટે અમરીશ પુરી પહેલી પસંદ નહોતા.આજે તેમનો જન્મદિવસ છે ત્યારે જાણીએ કે તેઓ આ પાત્ર માટેની પહેલી પસંદ ન હતા. મોગમ્બોના પાત્ર માટે બહુ બધા અભિનેતાઓનાં ઑડિશન્સ થયા હતા. જાવેદ અખ્તરે એ પાત્રમાં જે રુઆબ રેડ્યો હતો તે સ્ક્રિન પર બતાડવા માટે કોઇ અભિનેતા સફળ નહોતો થઇ શકતો અને અંતે અમરીશ પુરીને જ આ રોલ આપવાનું નક્કી થયું.તેઓ એ દિવસોમાં બહુ જ બિઝી હતા પણ બોની કપૂરે તેમની પાસેથી તેમના સાંઇઠ દિવસ માગ્યા હતા. ફિલ્મનાં ક્લાઇમેક્સ માટે આર કે સ્ટૂડિયોમાં પાંચ સેટ લગાડાયા હતા. અમરીશ પુરી આ માટે રાજી થઇ ગયા અને આપણને મળ્યા મિસાઇલ છોડીને દેશનો ખાત્મો કરવા તરવતા વિલન મોગેમ્બો.

મોગેમ્બોનું પાત્ર તો તૈયાર હતું પણ તેના ગેટ અપ અંગે કશું ફાઇન નહોતું થયું. હજી નિર્દેશકે પણ કંઇ વિચાર્યું નહોતું પણ અમરીશ પુરીએ તેમના પોતાના દરજી માધવને કામે લગાડ્યો અને આખો કોશ્ચ્યુમ ડિઝાઇન કરાવ્યો. એ સમયે માધવને તેની કામગીરીથી ખુશ થઇને બોની કપૂરે દસ હજાર રૂપિયા ઇનામ આપ્યા હતા. માત્ર કોશ્ચ્યુમ જ નહીં પણ જે છડી હાથમા રાખી હતી એ પણ અમરીશ પૂરીનો જ નિર્ણય હતો. આ પાત્ર માટે અમરીશ પુરી ખુબ જ રિહર્સલ્સ પણ કરતા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK