દિવાળી વખતે જ બગડ્યો અમિતાભ બચ્ચનનો મૂડ

Published: 29th October, 2011 21:28 IST

ઐશ્વર્યા રાય બચ્ચન નવેમ્બર મહિનામાં માતા બનવાની હોવાથી બચ્ચનપરિવારમાં ભારે ખુશીનું વાતાવરણ છે. આ સંજોગોમાં દિવાળીની ઉજવણી કરવા બચ્ચનપરિવારે ભવ્ય પાર્ટીનું આયોજન કર્યું હતું જેમાં બૉલીવુડની ઘણી જાણીતી હસ્તીઓએ હાજરી આપી હતી. જોકે આ ખુશીના વાતાવરણમાં એક અણગમતા બનાવને કારણે અમિતાભ બચ્ચનનો મૂડ બગડી ગયો હતો.

 

હકીકતમાં કોઈ અજાણી વ્યક્તિએ અમિતાભની સોશ્યલ નેટવર્કિંગ સાઇટ ટ્વિટર પરના આઇડી સાથે સામ્યતા ધરાવતું આઇડી તૈયાર કરીને એના પરથી શાહરુખ ખાનની દિવાળીના દિવસે જ રિલીઝ થયેલી ‘ય્ખ્.બ્ઁચ્’ વિશે નકારાત્મક રિપોર્ટ તરતા મૂકી દેવાની હરકત કરી હતી. આ બનાવને કારણે બિગ બી અપસેટ થઈ ગયા હતા અને સ્પષ્ટતા કરી હતી કે ‘ય્ખ્.બ્ઁચ્’ વિશે ખોટા રર્પિોટ રિલીઝ કરવા માટે મારા નેગેટિવ આઇડીનો આધાર લેવામાં આવ્યો હતો. મેં તો આ ફિલ્મ જોઈ પણ નથી અને હું હંમેશાં શાહરુખનું ભલું જ ઇચ્છું છું.’

 

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK