અમિતાભ બચ્ચન પોતાની આગામી ફિલ્મ ‘ચહેરે’નો નવો લુક થયો વાયરલ

Published: May 12, 2019, 18:51 IST

ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચનના લુકની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તેમના આ મોર્ડન લુકને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તો ચહેરે ફિલ્મમાં અન્નૂ કપૂર પણ જોવા મળશે

ફિલ્મ ‘ચહેરે’  માટે અમિતાભ બચ્ચનનો નવો લુક
ફિલ્મ ‘ચહેરે’ માટે અમિતાભ બચ્ચનનો નવો લુક

બોલીવૂડના મહાનાયક અમિતાભ બચ્ચન તેમની આગામી ફિલ્મ ચહેરેમાં ઘણા અલગ અલગ લૂકમાં જોવા મળશે. ફિલ્મના સેટ પર અમિતાભ બચ્ચનના લુકની કેટલીક તસવીરો વાયરલ થઈ હતી. જેમાં તેમના આ મોર્ડન લુકને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે. તો ચહેરે ફિલ્મમાં અન્નૂ કપૂર પણ જોવા મળશે. અન્નૂ કપૂર ચહેરેમાં એક શિખની ભુમિકામાં જોવા મળશે. ફિલ્મ ચહેરે આવતા વર્ષે ફેબ્રુઆરીમાં રિલીઝ થશે.

ચહેરે ફિલ્મ એક મિસ્ટ્રી થ્રિલર છે

ગત અઠવાડિયે ચહેરેનું શૂટિંગ શરુ થયું હતું. ચહેરેની સ્ટોરી મિસ્ટ્રી થ્રિલર છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચનને અલગ અલગ ગેટઅપમાં દર્શાવવામાં આવશે. રવિવારે શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચનના લૂકના ફોટો વાયરલ થયા હતા. જેમાં તે સૂટ-બૂટમાં જોવા મળી રહ્યા છે. સાથે એક લાંબી સફેદ દાઢી જોવા મળી રહી છે જેને રબર બેન્ડથી બાંધવામા આવી હતી. ફોટોમાં અમિતાભ એક મોડર્ન ઘરડા વ્યક્તિ લાગી રહ્યા છે.

આ પણ વાંચો: Happy Mothers Day :તમારા જાણીતા ગુજરાતી સેલિબ્રિટી તેમની માતા સાથે

મહાનાયક સાથે કામ કરવું એ મારી બાળપણની ઇચ્છા હતી : ઇમરાન

ફિલ્મને રુમી જાફરી ડિરેક્ટ કરી રહ્યા છે અને તેમણે આ ફિલ્મની સ્ટોરી પણ લખી છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન સાથે ઈમરાન હાશ્મી પણ જોવા મળશે. એક ઈન્ટરવ્યૂમાં ઈમરાશ હાશ્મીએ કહ્યું હતું કે, અમિતાભ બચ્ચન સાથે કામ કરવુ તેમના બાળપણની ઈચ્છા હતી જે ફિલ્મ સાથે પૂરી થશે.' ફિલ્મ 21 ફેબ્રુઆરી 2020માં સિનેમાઘરોમાં આવશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK