અમિતાભ બચ્ચનના એક ટ્વીટ થકી સ્ટાર બની ગઈ આ છોકરી, જાણો કોણ છે...

Published: 26th July, 2020 17:12 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai Desk

અમિતાભ બચ્ચનના એક ટ્વીટે આર્યાને રાતોરાત પૉપ્યુલર બનાવી દીધી છે. હવે આર્યાએ પણ અભિનેતા પ્રત્યે આભાર વ્યક્ત કરતાં એખ પોસ્ટ કરી છે. તેમમે બિગ બી માટે ટૉકન ઑફ લવ મોકલ્યું છે.

અમિતાભ બચ્ચન
અમિતાભ બચ્ચન

તાજેતરમાં અમિતાભ બચ્ચને એક છોકરીનો ખૂબ જ સુંદર સિંગિંગ વીડિયો શૅર કર્યો હતો. તેમણે ટ્વીટ કરીને ગીત ગાતી છોકરીના વખાણ કરતાં લખ્યું હતું કે તે ખૂબ જ ખાસ પ્રતિભા છે. અભિનેતા દ્વારા મળેલી આટલી મોટી કૉમ્પ્લીમેન્ટ બાદ છોકરીએ પણ તેમનો આભાર માન્યો છે. અને અભિનેતા પ્રત્યે એક ટૉકન ઑફ લવ શૅર કર્યું છે.

અમિતાભના આ ટ્વીટે આર્યાને રાતોરાત પૉપ્યુલર કરી દીધી હતી. હવે આર્યાએ અભિનેતા પ્રત્યે પોતાનો આભાર વ્યક્ત કરતાં એક પોસ્ટ શૅર કરી છે. આ પોસ્ટમાં તેણે લખ્યું છે કે, "તમારી માટે મારા તરફથી આ ટૉકન ઑફ લવ છે... અમિતાભ બચ્ચન સર એ મારું ગીત શૅર કર્યું. ખૂબ જ સારું લાગી રહ્યું છે. ક્યારેય સપનાંમાં પણ નહોતું વિચાર્યું કે તેઓ મારું ગીત સાંભળશે. તે લોકોનો પણ ખૂબ ખૂબ આભાર જેમમે આવું કરવામાં કોઇકને કોઇક રીતે મારી મદદ કરી."

કોણ છે આ છોકરી જેણે બિગ બીને કર્યા ઇમ્પ્રેસ?
જણાવવાનું કે આ છોકરીનું નામ આર્યા ધયાલ છે. આર્યા પોતાની સિંગિંગને કારણે સોશિયલ મીડિયા પર ખૂબ જ પૉપ્યુલર છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના હજારો ફૉલોવર્સ છે. તેમના વીડિયોઝમાં સાઉથ ઇન્ડિયન ભાષા અને વેસ્ટર્ન મ્યૂઝિકનું જબરજસ્ત કૉમ્બીનેશન જોવા મળે છે. આર્યાના આવા જ એક વીડિયોએ અમિતાભ બચ્ચનનું પણ ધ્યાનાકર્ષિત કર્યું.

વીડિયો શૅર કરતાં બિગ બીએ લખ્યું હતું કે, "મારા મ્યૂઝિક પાર્ટનર અને મિત્રએ મને આ મોકલ્યું છે...મને નથી ખબર આ કોણ છે પણ હું એટલું કહી શકું છું કે, તમે એક ખૂબ જ ખાસ પ્રતિભા છો, God bless You...આમ જ સારું કામ કરતાં રહો...તમે હૉસ્પિટલમાં મારો દિવસ સારો કર્યો જે આ પહેલા ક્યારેય નહોતું થયું... કર્ણાટક અને વેસ્ટર્ન પૉપનું મિક્સ...શાનદાર"

અમિતાભ બચ્ચન ઘણી વાર નવી પ્રતિભાઓને આ રીતે જ ઉત્સાહિત કરતા હોય છે. હાલ તેઓ કોરોના પૉઝિટીવ હોવાને કારણે હૉસ્પિટલમાં દાખલ છે. તેમની તબિયત પહેલા કરતાં સારી છે અને આશા છે કે તે ટૂંક સમયમાં જ ડિસ્ચાર્જ થઈને ઘરે પાછાં આવી જશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK