Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > મમ્મીના પલ્લુને યાદ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન

મમ્મીના પલ્લુને યાદ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન

15 January, 2020 01:37 PM IST | Mumbai

મમ્મીના પલ્લુને યાદ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચનને તેમની મમ્મીનાં પલ્લુની યાદ આવી ગઈ છે. તેમની ડાબી આંખ અચાનક ફરકવા માંડી હતી. ડૉક્ટરે તેમને વધતી ઉંમરને કારણે આંખમાં કાળો ડાગ પડ્યો હોવાનું નિદાન કર્યું હતું. એનાં માટે ડૉક્ટરે તેમને આંખને શેકવાની સલાહ આપી હતી. આ વિશે ટ્‍‍વિટર પર આંખનો ફોટો શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘ડાબી આંખ ફરકવા માંડી હતી.

 




 


બાળપણમાં સાંભળ્યુ હતું કે એ અશુભ ગણાય છે. ડૉક્ટર પાસે ચૅક-અપ કરાવવા ગયો તો એમાં કાળો દાગ પડી ગયો હોવાનું નિદાન થયુ છે. ડૉક્ટરે કહ્યું કે આ બીજુ કંઇ નહીં પરંતુ વધતી ઉંમરને કારણે આંખનો જે ભાગ સફેદ હોય છે એ ઘસાઇ ગયો છે.

આ પણ વાંચો : સૌથી સલામત હાથમાં અર્પિતા ખાન શર્માની દીકરી

આપણાં બાળપણમાં આપણી મા જે રીતે પોતાનાં પાલવને ગોળ કરીને, એનાં પર ફૂંક મારીને ગરમ કરીને એને આંખ પર લગાવતી હતી એવું કરવાનું કહ્યું છે. આવુ કરવાથી બધુ ઠીક થઈ જશે. જોકે મા તો છે નહીં હવે. વિજળીથી રૂમાલને ગરમ કરીને એને લગાવી લીધો છે. જોકે એનાંથી કંઇ ફરક નથી પડ્યો. મમ્મીનું પલ્લુ એ મમ્મીનું પલ્લુ હોય છે.’

Whatsapp-channel Whatsapp-channel

15 January, 2020 01:37 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK