Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > બિગ બીને યૂઝરે કહ્યું, દાન કેમ નથી કરી દેતા, અભિનેતાઓ આપ્યો આકરો જવાબ

બિગ બીને યૂઝરે કહ્યું, દાન કેમ નથી કરી દેતા, અભિનેતાઓ આપ્યો આકરો જવાબ

06 August, 2020 01:50 PM IST | Mumbai Desk
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

બિગ બીને યૂઝરે કહ્યું, દાન કેમ નથી કરી દેતા, અભિનેતાઓ આપ્યો આકરો જવાબ

અમિતાભ બચ્ચન

અમિતાભ બચ્ચન


અમિતાભ બચ્ચને(Amitabh Bachchan) કોરોના વાયરસ(Coronavirus)ને માત આપી દીધી છે. ગયા મહિને તે આ મહામારીના શકંજામાં આવી ગયા હતા. જેના પછી તેમની સારવાર મુંબઇ(Mumbai)ની નાણાવટી હૉસ્પિટલમાં થઈ. બિગ બી હવે સંપૂર્ણ રીતે સ્વસ્થ છે. અને પોતાના બંગલા જલસામાં ક્વૉરન્ટીન(Quarantine) છે. નાણાવટી હસ્પિટલ(Nanavati Hospital)માં દાખલ હોવા દરમિયાન અમિતાભ બચ્ચનને સોશિયલ મીડિયા(Social Media) પર ટ્રોલર્સનો પણ સામનો કરવો પડ્યો હતો. જેમને અભિનેતાએ આકરા જવાબ પણ આપ્યા હતા. પણ ફરી એક વાર એક યૂઝરે અમિતાભ બચ્ચનની સંપત્તિ પર કોમેન્ટ કરી છે.

હકીકતે બિગબીને એક યૂઝરે લખ્યું હતું કે, "તમે ગરીબોમાં દાન કેમ નથી કરતા? મને વિશ્વાસ છે કે તમારા વૉલેટમાં ઘણો પ્રેમ અને ભગવાનની કૃપા છે. ઉદાહરણ સેટ કરવું જોઇએ. બોલવું સરળ હોય છે, પણ ઉદાહરણ બનવું વધારે મહત્વનું હોય છે. આ વાત બિગબીને ખરાબ લાગી ગઈ અને તેમણે યૂઝરનો ક્લાસ લઇ દીધો."



અમિતાભ બચ્ચને યૂઝરને જવાબ આપતાં લખ્યું છે કે, "લૉકડાઉન સમયે દરરોજ 5000 લોકોને લંચ અને ડિનર કરાવ્યું છે. મુંબઇથી જતાં 12000 પ્રવાસી મજૂરોને ચપ્પલ આપ્યા. બિહાર અને યૂપી પહોંચાડવા માટે મજૂરો માટે બસની સગવડ કરી. 2009માં તો આખી ટ્રેન મજૂરો માટે બૂક કરવામાં આવી હતી."


અમિતાભ બચ્ચને આગળ જણાવ્યું કે, "જ્યારે રાજકારણને કારણે ટ્રેનો કેન્સલ થઈ તો ઇંડિગોના 6 વિમાન દ્વારા 180 પેસેન્જરને તેમના ઘરે પહોંચાડ્યા. પોતાના ખર્ચે 15000 પીપીઇ કિટ આપી છે, 10000 માસ્ક આપ્યા છે. દિલ્હીમાં સિખ સમુદાયના ચૅરમેનને પણ ઘણું દાન કર્યું કારણકે તે સતત ગરીબોને ભોજન કરાવે છે."

જણાવવાનું કે આ પહેલા સોશિયલ મીડિયા પર એક મહિલાએ બિગ બી પર આરોપ મૂક્યો હતો કે તે નાણાવટી હૉસ્પિટલની જાહેરાત કરી રહ્યા છે, જ્યારે હૉસ્પિટલને લોકોના જીવની કોઇ જ ચિંતા નથી. ત્યાર બાદ તેણે બિગ બીની ઘણી આલોચના કરતાં પોતાના પોસ્ટમાં લખ્યું હતું કે, "શ્રીમાન અમિતાભ, ખરેખર આ ખૂબ જ દુઃખની વાત છે કે તમે હૉસ્પિટલની જાહેરાત કરી રહ્યા છો, જે લોકોના જીવની જરા પણ ચિંતા નથી કરતાં અને ફક્ત પૈસા કમાવવા જાણે છે. ક્ષમા કરજો, પણ તમારું સન્માન સંપૂર્ણપણે ખોઈ દીધું છે."


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2020 01:50 PM IST | Mumbai Desk | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK