દીપિકા પાદુકોણ બાદ હવે પ્રભાસની ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ દેખાશે

Published: 9th October, 2020 14:40 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં બૉલીવુડના મહાનાયકની એન્ટ્રી થતા પ્રભાસ ખુશખુશાલ

અમિતાભ બચ્ચન, પ્રભાસ
અમિતાભ બચ્ચન, પ્રભાસ

સાયન્સ ફિક્શન પર આધારિત નાગ અશ્વિન દ્વારા દિગ્દર્શિત ફિલ્મથી તેલુગુ ફિલ્મમાં પ્રભાસ (Prabhas)ની સાથે બૉલીવુડ અભિનેત્રી દીપિકા પાદુકોણ (Deepika Padukone) ડેબ્યૂ કરવાની છે. હવે આ ફિલ્મમાં પ્રભાસ અને દીપિકા પાદુકોણની સાથે બૉલીવુડના વધુ એક કલાકાર જોડાય ગયા છે. આ ફિલ્મમાં બૉલીવુડના મહાનાયક (Amitabh Bachchan) પણ દેખાશે. હાલમાં જ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે આ અંગેની માહિતી આપી હતી. ત્યારબાદ અમિતાભ બચ્ચન અને પ્રભાસે પણ તેમના સોશ્યલ મીડિયા અકાઉન્ટ પર પોસ્ટ કરીને આ વિશેની માહિતી આપી છે.

ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શે ટ્વીટ કર્યું છે કે, 'અમિતાભ-પ્રભાસ-દીપિકા...#પ્રભાસ21 (હજી સુધી ફિલ્મનું ટાઈટલ નક્કી કરવામાં આવ્યું નથી) અમિતાભ બચ્ચન પણ હશે. નાગ અશ્વિન ફિલ્મને ડિરેક્ટ કરે છે અને વૈજયંતી મુવી પ્રોડ્યૂસ કરે છે. આ ફિલ્મ 2022માં રિલીઝ થશે.'

પ્રભાસે વીડિયો પોસ્ટ કરીને કહ્યું હતું, 'ફાઈનલી સપનું સાચું થવા જઈ રહ્યું છે. લિજેન્ડરી અમિતાભ બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શૅર કરીશ. #NamaskaramBigB'.

અમિતાભ બચ્ચને પણ ટ્વીટ કરીને કહ્યું હતું, 'આ મહત્ત્વપૂર્ણ તથા મહત્ત્વકાંક્ષી પ્રોજેક્ટનો ભાગ બનાવવાનું સન્માન મળ્યું. વૈજયંતી ફિલ્મને 50 વર્ષ પૂરા થવા બદલ મારી શુભેચ્છા. તમે બીજા 50 પણ વર્ષ અને તેનાથી પણ આગળ પૂરા કરો...'

ડિરેક્ટર નાગ અશ્વિનની ફિલ્મમાં પ્રભાસ તથા દીપિકા પાદુકોણ પહેલી જ વાર સાથે જોવા મળશે. અમિતાભ બચ્ચન દીપિકા પાદુકોણ સાથે બીજીવાર કામ કરશે. આ પહેલાં બંનેએ 'પીકુ'માં કામ કર્યું હતું. આ ફિલ્મને વિજયંતી મૂવીઝ પ્રોડ્યૂસ કરશે. હાલમાં આ ફિલ્મને ‘પ્રભાસ 21’ તરીકે જાહેર કરવામાં આવી છે. પ્રભાસના કરિયરની આ 21મી ફિલ્મ છે અને તેથી જ ફિલ્મને ‘પ્રભાસ 21’ નામ આપવામાં આવ્યું છે. 'પ્રભાસ 21’ ફિલ્મથી દીપિકા પાદુકોણ તેલુગુ ડેબ્યૂ કરી રહી છે. આ ફિલ્મ તેલુગુ, હિંદી ઉપરાંત વિવિધ ભાષામાં બનશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK