Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જયા બચ્ચનનો કેમ જાહેરમાં આભાર માન્યો બિગ બીએ?

જયા બચ્ચનનો કેમ જાહેરમાં આભાર માન્યો બિગ બીએ?

15 August, 2019 11:35 AM IST | મુંબઈ

જયા બચ્ચનનો કેમ જાહેરમાં આભાર માન્યો બિગ બીએ?

જયા બચ્ચન

જયા બચ્ચન


અમિતાભ બચ્ચને તેમની પત્ની જયા બચ્ચનનો ‘કૌન બનેગા કરોડપતિ’ના દરેક એપિસોડ જોવા માટે આભાર માન્યો છે. આ શોની નવી સીઝન બહુ જલદી શરૂ થવાની છે. આ વિશે વધુ જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારી ફૅમિલીમાં દરેક વ્યક્તિ ‘કૌન બનેગા કરોડપતિ’ જુએ છે, પરંતુ જયા આ શોને રેગ્યુલર જુએ છે. તે કોઈ પણ કામ કેમ ન કરી રહી હોય. સમય થતાં તે ટીવીની સામે આવીને બેસી જશે. આ માટે હું જાહેરમાં તેનો આભાર માનુ છું.’ 

આ પણ વાંચો : પાકિસ્તાનને આતંકવાદીઓથી આઝાદ થવાની જરૂર છે : કુનાલ કોહલી



તેમની ફૅમિલીને ‘કૌન બનેગા કરોડપતિ’ રમવાનો ખૂબ જ શોધ છે. આ વિશે વધુ જણાવતાં અમિતાભ બચ્ચને કહ્યું હતું કે ‘મારા પરિવારને ઘરે કેબીસી રમવાનો શોખ છે. ઘણીવાર શ્વેતા રમે છે તો ઘણીવાર ઐશ્વર્યા. અમે સાથે બેસીને સવાલ અને જવાબ વિશે ચર્ચા કરીએ છીએ. સોની ચૅનલના નિયમ પ્રમાણે મારા ઘરના સભ્યો આ ગૅમ નથી રમી શકતા. આથી હું એનું પાલન કરીને તેમને આ ગેમથી દૂર રાખું છું.’


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2019 11:35 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK