અમિતાભ બચ્ચનના ટેમ્પલમાં કરવામાં આવી વર્ચ્યુઅલ પૂજા

Published: 12th October, 2020 18:00 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

દર વર્ષે સાઉથ કલકત્તામાં આવેલા બેલીગુન્ગે ફેરી નજીક આવેલા અમિતાભ બચ્ચન ટેમ્પલમાં તેમની પૂજા કરવામાં આવે છે

વર્ચ્યુઅલ પૂજા
વર્ચ્યુઅલ પૂજા

અમિતાભ બચ્ચનનો ગઈ કાલે જન્મદિવસ હોવાથી કલકત્તામાં આવેલા તેમના મંદિરમાં તેમની વર્ચ્યુઅલ પૂજા કરવામાં આવી હતી. અમિતાભ બચ્ચન ગઈ કાલે 78 વર્ષના થયા હતા. દર વર્ષે સાઉથ કલકત્તામાં આવેલા બેલીગુન્ગે ફેરી નજીક આવેલા અમિતાભ બચ્ચન ટેમ્પલમાં તેમની પૂજા કરવામાં આવે છે. આ દરમ્યાન તેમના ઘણા ચાહકોની હાજરી હોય છે. જોકે કોરોના વાઇરસને કારણે આ વખતે આ મંદિરના ફાઉન્ડર દ્વારા વર્ચ્યુઅલ પૂજાની વ્યવસ્થા કરવામાં આવી હતી. 2001થી દર વર્ષે આ દિવસે હોમ યજ્ઞ, પૂજા, ગરીબોને ભોગ અને પ્રસાદ આપવો અને કેક કાપવામાં આવે છે. આ વર્ષે આ પૂજામાં અમિતાભ બચ્ચનને પણ આમંત્રણ આપવામાં આવ્યું હતું, જેમાં હાજરી આપવાની તેમણે વાત કરી હતી. આ મંદિર દ્વારા આ વર્ષે એક હજાર માસ્ક, એક હજાર સૅનિટાઇઝર્સ અને 200 ગરીબ વ્યક્તિને અનાજ આપવામાં આવ્યાં હતાં.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK