Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ધોતી અને ગમછો પહેરીને અમિતાભ બચ્ચને હવે અહીં કર્યો ડેબ્યુ

ધોતી અને ગમછો પહેરીને અમિતાભ બચ્ચને હવે અહીં કર્યો ડેબ્યુ

01 April, 2019 05:50 PM IST |

ધોતી અને ગમછો પહેરીને અમિતાભ બચ્ચને હવે અહીં કર્યો ડેબ્યુ

ધોતી અને ગમછો પહેરીને અમિતાભ બચ્ચને હવે અહીં કર્યો ડેબ્યુ


સદીના મહાનાયક અમિતાભ બચ્ચને હવે વધુ એક જગ્યાએ ડેબ્યુ કર્યો છે. અમિતાભ બચ્ચન હવે તમિલ ફિલ્મ ઉયાર્ન્થા મનિથનમાં ડેબ્યુ કરી રહ્યા છે. આ ફિલ્મનો પહેલુ લૂક જાહેર થઈ ગયો છે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન ધોની અને ગમછો પહેરેલા દેખાઈ રહ્યા છે.

આ ફિલ્મને એસ. જે સૂર્યાએ ડિરેક્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે એસ. જે સૂર્યા પોતે આ ફિલ્મમાં લીડ રોલમાં છે. સૂર્યાએ ફિલ્મના ફોટો પોસ્ટ કરવાની સાથે એસ. જે સૂર્યાએ લખ્યું છે કે,'માર જીવનની આ સૌથી સુખદ પળ છે. જેના માટે હું ભગવાન અને માતા-પિતાનો આભાર માનું છું. મારા જીવનનું આ એવું દિવ્ય સપનું છે, જે હવે સાકાર થવા જઈ રહ્યું છે.'




 


આ સાથે જ એસ. જે સૂર્યાએ ફિલ્મ અભિનેતા રજનીકાંત અને ડિરેક્ટર એ. આર. મુરુગાડોસનું અભિવાદન પણ કર્યું. તેમણે પણ અમિતાભ બચ્ચન સાથે પોતાની ભાષામાં કામ કરવા માટે આભાર વ્યક્ત કર્યો.

આ ફિલ્મ વિશે વાત કરતા એસ. જે સૂર્યાએ કહ્યું હતું,'શો બિઝનેસમાં આસિટન્ટ ડિરેક્ટર તરીકે કામ કરતા પહેલા હું બચ્ચન સાહેબ સાથે કામ કરવા તડપતો હતો. હવે તેને સાચુ થતા જોઈને હું ખૂબ જ ખુશ છું. જો કે મને આ વાતનો સ્ટ્રેસ પણ છે.'

Whatsapp-channel Whatsapp-channel

01 April, 2019 05:50 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK