ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે દસ બસને સ્પૉન્સર કરી બિગ બીએ

Published: May 30, 2020, 20:22 IST | Gujarati Mid-day Correspondent | Mumbai

દસમાંથી પાંચ બસને પ્રયાગરાજ, બે-બે બસને ગોરખપુર અને ભદોઈ તેમ જ એક બસને લખનઉ મોકલવામાં આવી છે

અમિતાભ બચ્ચને ઉત્તર પ્રદેશના શ્રમિકો માટે દસ બસને સ્પૉન્સર કરી છે. લૉકડાઉનને કારણે ઘણા શ્રમિકો અટવાઈ ગયા છે અને તેઓ બેરોજગાર બનતાં તેમના ઘરે પણ નથી જઈ શકતા. આ આઇડિયા અમિતાભ બચ્ચનનો હતો અને તેમની ઇચ્છાને કારણે હાજી અલી દરગાહ ટ્રસ્ટ અને માહિમ દરગાહ ટ્રસ્ટ દ્વારા તમામ અરેન્જમેન્ટ કરવામાં આવ્યું હતું. દસમાંથી પાંચ બસને પ્રયાગરાજ, બે-બે બસને ગોરખપુર અને ભદોઈ તેમ જ એક બસને લખનઉ મોકલવામાં આવી છે. આ જગ્યાએ પહોંચ્યા બાદ શ્રમિકો તેમના ઘરે જઈ શકશે. ટોટલ 225 શ્રમિકોમાં મહિલા અને 43 બાળકોનો પણ સમાવેશ થાય છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK