આયુષ્માન ખુરાનાએ જણાવ્યું હતું કે ‘ગુલાબો સિતાબો’માં અમિતાભ બચ્ચન અને તેની વચ્ચે સતત મતભેદ ચાલતો જોવા મળશે. શૂજિત સરકારની આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન ઘરમાલિક છે અને આયુષ્માન તેમના ઘરમાં ભાડૂત હોય છે. આ ફૅમિલી-કૉમેડી વિશે આયુષ્માને કહ્યું હતું કે ‘ફિલ્મ ‘ગુલાબો સિતાબો’ એકદમ સરળ ફિલ્મ છે. ઘરમાલિક અને ભાડૂત વચ્ચે હલ્કી-ફુલ્કી મજાકમસ્તી આ સ્વીટ ફિલ્મમાં દેખાડવામાં આવશે. હું ભાડૂત હોઉં છું અને બચ્ચન સર ઘરમાલિક છે. ફિલ્મમાં અમારી વચ્ચે સતત નાના-મોટા વિખવાદ થતા રહે છે. ફિલ્મનો જાદુ જ એ રીતે દેખાડવામાં આવ્યો છે કે સાદાઈમાં જ જોશ મળી આવે છે. આ વિષય પર જ ફિલ્મ બનાવવામાં આવી છે.
આ પણ વાંચો : ચશ્માં પહેરવાથી આંખોની આસપાસની ગરબડ ઢંકાઈ જાય છે : અમિતાભ બચ્ચન
બચ્ચન સર અદ્ભુત છે. તેમનામાં સૌથી અજાયબી એ છે કે તેઓ હંમેશાં તૈયારી સાથે સેટ પર આવે છે. તેમને બીજાની લાઇન્સ પણ યાદ હોય છે. તેમની સામે ઍક્ટિંગ કરવી સરળ બાબત નથી. એક કો-ઍક્ટર તરીકે તમારે હંમેશાં તેમની સામે તૈયાર રહેવું પડે છે.’
ઘણું કહી જાય છે આયુષ્માનની કવિતા
18th January, 2021 16:20 ISTબિગ પ્રોજેક્ટને સાઇન કરવા માટે મુંબઈ આવ્યો આયુષ્માન
5th January, 2021 17:38 ISTઆયુષ્માન સાથે કામ કરવા માટે સારી સ્ક્રિપ્ટ શોધી રહ્યો છે અપારશક્તિ ખુરાના
24th December, 2020 16:51 ISTAyushmann Khurrana Doctor G: આયુષ્માન ખુરાના હવે જોવા મળશે ડૉક્ટરના પાત્રમાં
22nd December, 2020 12:47 IST