Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > 14 મિનિટનું દૃશ્ય સિંગલ શૉટમાં પૂરું કર્યું બિગ બીએ

14 મિનિટનું દૃશ્ય સિંગલ શૉટમાં પૂરું કર્યું બિગ બીએ

20 June, 2019 09:55 AM IST |

14 મિનિટનું દૃશ્ય સિંગલ શૉટમાં પૂરું કર્યું બિગ બીએ

14 મિનિટનું દૃશ્ય સિંગલ શૉટમાં પૂરું કર્યું

14 મિનિટનું દૃશ્ય સિંગલ શૉટમાં પૂરું કર્યું


અમિતાભ બચ્ચને હાલમાં જ ૧૪ મિનિટનું દૃશ્ય એક જ ટેકમાં શૂટ કર્યું છે. તેઓ ઇમરાન હાશ્મી સાથેની ‘ચેહરે’નું શૂટિંગ કરી રહ્યા હતા. આ ફિલ્મને રુમી જાફરીએ પ્રોડ્યુસ કરી છે અને આનંદ પંડિતે ડિરેક્ટ કરી છે. અમિતાભ બચ્ચનના દૃશ્ય વિશે આનંદ પંડિતે કહ્યું હતું કે ‘મને ખુશી છે કે હું એવી ફિલ્મનો એક ભાગ છું જેમાં એક ઐતિહાસિક દૃશ્ય છે. ૧૪ મિનિટનું દૃશ્ય કરવું મુશ્કેલ જ નથી, પરંતુ એ માટે એક અલગ જ પ્રકારના ડેડિકેશનની જરૂર પડે છે. આ દૃશ્યને અમિતાભજીએ ખૂબ જ સરળતાથી ભજવ્યું હતું. સેટ પર નીરવ શાં‌તિ છવાઈ ગઈ હતી અને આ દૃશ્ય બાદ દરેક વ્યક્તિએ તાળીઓના ગડગડાટથી તેમને વધાવી લીધા હતા. તેઓ એક લેજન્ડરી ઍક્ટર છે અને આપણે તેમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ.’

અમિતાભ બચ્ચનનું કહેવું છે કે તેમણે ભજવેલા દૃશ્ય માટે તેમને વધુપડતી ક્રેડિટ આપવામાં આવી રહી છે. સાઉન્ડ આર્ટિસ્ટ રેસૂલ પુકુટ્ટીએ ટ્‍વિટર પર ટ્વીટ કર્યું હતું કે ‘આજે અમિતાભ બચ્ચને ભારતીય સિનેમામાં એક નવો ઇતિહાસ બનાવ્યો છે. તેઓ ‘ચેહરે’ના છેલ્લા દિવસે છેલ્લા શૉટનું શૂટિંગ કરી રહ્યા હતા. તેમણે ૧૪ મિનિટના લાંબા દૃશ્યને એક જ ટેકમાં પૂરું કર્યું હતું. આ દૃશ્ય બાદ ટીમની દરેક વ્યક્તિ સેટ પર ઊભી થઈ ગઈ હતી અને તાળીઓ પાડતી જોવા મળી હતી. ડિયર સર, એમાં કોઈ શંકા નથી કે તમે દુનિયાના શ્રેષ્ઠ ઍક્ટર્સમાંના એક છો.’



રેસૂલ પુકુટ્ટીના ટ્વીટનો જવાબ આપતાં અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘રેસૂલ... મારી ક્ષમતા અથવા તો હું જેને લાયક છું એના કરતાં તું મને વધુ ક્રેડિટ આપી રહ્યો છે.’


Whatsapp-channel Whatsapp-channel

20 June, 2019 09:55 AM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK