અમિતાભ બચ્ચને ધોનીની દીકરીને કૅપ્ટન કહી પૂછ્યો આ અનોખો પ્રશ્ન

Published: 14th January, 2021 18:14 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની પત્ની બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે જેના પછી સોશિયલ મીડિયા પર તે ક્રિકેટર્સની લિસ્ટ વાયરલ થઈ ગઈ, જેમના ઘરે દીકરીઓ છે.

તસવીર સૌજન્ય જાગરણ
તસવીર સૌજન્ય જાગરણ

બૉલીવુડ શહેનશાહ અમિતાભ બચ્ચને તાજેતરમાં જ ક્રિકેટર્સની દીકરીઓ પર ખૂબ જ રસપ્રદ પોસ્ટ શૅર કરતા પ્રશ્ન પૂછ્યો છે. ભારતીય ક્રિકેટ ટીમના કૅપ્ટન વિરાટ કોહલીની પચ્ની બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા એ દીકરીને જન્મ આપ્યો થે જેના પછી સોશિયલ મીડિયા પર તે ક્રિકેટર્સની લિસ્ટ વાયરલ થઈ ગઈ, જેમના ઘરે દીકરીઓ છે. અમિતાભ બચ્ચને એવી એક લિસ્ટ શૅર કરતા પ્રશ્ન પૂછ્યો છે. તાજેતરમાં જ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ વાઈરલ છે, જેમાં 13 ક્રિકેટર્સના ઘરે દીકરી હોવાની વાત કહેવામાં આવી છે. અમિતાભ બચ્ચને આ તસવીર શૅર કરી હતી.

13 ક્રિકેટર્સના નામ લિસ્ટમાં
સોશિયલ મીડિયામાં એક્ટિવ રહેનારા અમિતાભ બચ્ચને એક વાઈરલ તસવીર શૅર કરી હતી. આ તસવીરમાં જે ક્રિકેટર્સને દીકરી છે, તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આ તસવીરમાં લખવામાં આવ્યું છે, 'ભવિષ્યની મહિલા ક્રિકેટ ટીમ બની રહી છે.'

અમિતાભે કહ્યું, ધોનીની દીકરી કેપ્ટન બનશે?
આ તસવીર શૅર કરીને અમિતાભ બચ્ચને કહ્યું હતું, 'ધોનીની દીકરી પણ છે, શું તે ટીમની કેપ્ટન બનશે?'

અમિતાભ બચ્ચને લખ્યું, "અને મહેન્દ્ર સિંહની પણ દીકરી છે. શું તે ટીમની કૅપ્ટન હશે." અમિતાભ બચ્ચને ટ્વિટર પર જે લિસ્ટ શૅર કરી છે તેમાં હરભજન સિંહ, ઉમેશ યાદવ, મોહમ્મદ શમી, આર. અશ્વિન, રોહિત શર્મા, ગૌતમ ગંભીર, સુરેશ રૈના, ઋદ્ધિમાન સાહા, રવિન્દ્ર જાડેજા, આજિંક્ય રહાણે સહિત કુલ 11 ક્રિકેટર્સના નામ સામેલ છે.

અમિતાભ બચ્ચને આ ટ્વીટ પર સોશિયલ મીડિયા યૂઝર્સ પોતાના રિએક્શન આપી રહ્યા છે. તો કેટલાક યૂઝર્સ સોશિયલ મીડિયા પર તેમને ઘેરી રહ્યા છે અને વંશવાદનો આરોપ મૂકી રહ્યા છે. જણાવવાનું કે અમિતાભ બચ્ચને ક્વિઝ શૉ કૌન બનેગા કરોડપતિ (KBC)ની હાલની સીઝનનું શૂટિંગ પૂરું કરી લીધું છે. દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) પોતાના બ્લૉગ પર પ્રશંસકોને સૂચિત કરવામાં આવ્યું કે તેમણે કેબીસી સીઝન 12નું શૂટિંગ પૂરું કરી લીધું છે. બિગ બીએ પોતાના બ્લૉગ પોસ્ટમાં કહ્યું, "હું થાકી ગયો છું. મારું માફીનામું. કેબીસીના અંતિમ દિવસનું શૂટિંહ ખૂબ જ લાંબો દિવસ... પણ યાદ રાખો. કામ કામ છે અને સંપૂર્ણ પ્રમાણિકતાથી કરવું." બિગ બીએ કહ્યું, "પ્રેમ, સંભાળ, સ્નેહ અને પ્રશંસા. આખી ટીમ માટે આ ભાવ માટે ઘણો પ્રેમ, આગળ વધવાનો સમય છે. ભાવુક ક્ષણ. પણ કાલે ફરી નવો દિવસ છે."

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK