બિગ બીએ નાનપણનો ફોટો શૅર કર્યો, ફૅન્સે કહ્યું આ...

Published: Sep 14, 2020, 19:43 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઘણા ફેન્સે પોતાની ફિલિંગ્સ શૅર કરતા અમિતાભ બચ્ચનને ‘ધ ઓરિજિનલ સ્વેગર’ ગણાવ્યો હતો. જ્યારે ઘણા યુઝર્સે તેમને સ્ટીલ યંગ!,ડાયનેમિક, એવરગ્રીન જેવી કમેન્ટ્સ આપી

તસવીર સૌજન્યઃ અમિતાભ બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ
તસવીર સૌજન્યઃ અમિતાભ બચ્ચનનું ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ

અભિનેતા અમિતાભ બચ્ચન (Amitabh Bachchan)એ રવિવારે ઈન્સ્ટાગ્રામમાં એક ફોટો શૅર કર્યો છે જે ફેન્સને ખુબ ગમ્યો છે. તેમણે એક કોલાજ ફોટો શૅર કર્યો જેમાં તેમનો બાળપણનો ફોટો છે અને બીજામાં ફની એક્સપ્રેશન આપ્યા છે.

ફોટો શૅર કરતા તેમણે લખ્યું, પહેલા હું આવો હતો... હવે આવો છું....હવે?’. નાનપણના અમિતાભ બચ્ચનનો ફોટો બ્લેક એન્ડ વાઈટ છે. તેમની આંખમાં કાજલ લગાવી છે. આ ફોટો જોઈને તેમણે ફની એક્સપ્રેશન આપ્યો હતો.

 
 
 
View this post on Instagram

... that be me .. then ..😀 ... that be me .. now .. NOW ??😎

A post shared by Amitabh Bachchan (@amitabhbachchan) onSep 13, 2020 at 11:32am PDT

ઘણા ફેન્સે પોતાની ફિલિંગ્સ શૅર કરતા અમિતાભ બચ્ચનને ‘ધ ઓરિજિનલ સ્વેગર’ ગણાવ્યો હતો. જ્યારે ઘણા યુઝર્સે તેમને સ્ટીલ યંગ!,ડાયનેમિક, એવરગ્રીન જેવી કમેન્ટ્સ આપી હતી. તેમની સાથે બ્રહ્માસ્ત્રમાં કામ કરનારી મૌની રોયે કમેન્ટ્સ સેક્શનમાં ઈમોજી આપ્યા હતા.

અમિતાભ બચ્ચન સાત સપ્ટેમ્બરથી ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ શરૂ કરી રહ્યા છે અને એની તેમને ખુશી પણ છે. તેમણે સેટ પરના ફોટો શૅર કર્યો હતો. તેઓ એકસાથે એક જ દિવસમાં અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યા હતા. સેટ પરના ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘યુ...હુ!!!..કામ પર પાછો ફર્યો છું.

4 કૅમ્પેન ફિલ્મ્સ, 5 આઉટફિટ બદલ્યા, 4 શૂટ્સ બાકી છે, એક દિવસમાં 5 કલાક. મને બાદ કરતાં દરેક જણ કોઈને લૂંટવા માટે તૈયાર બેઠા હોય એ રીતે જોઈ રહ્યા છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK