Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > KBC લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, આ મહિનેથી થશે શરૂ

KBC લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, આ મહિનેથી થશે શરૂ

11 July, 2019 05:10 PM IST | મુંબઈ

KBC લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, આ મહિનેથી થશે શરૂ

KBC લઈને આવી રહ્યા છે અમિતાભ બચ્ચન, આ મહિનેથી થશે શરૂ


ટેલિવિઝનના સૌથી ચર્ચિત ગેમ શો કોન બનેગા કરોડપતિની 11મ સિઝન ટૂંક સમયમાં જ શરૂ થવા જઈ રહી છે. ખુદ અમિતાભ બચ્ચને આ વખતે કેબીસીનો પ્રોમો શૅર કર્યો છે. કોન બનેગા કરોડ પતિની 11મી સિઝન ઓગસ્ટ મહિનામાં શરૂ થશે. 11 મી સિઝનનો પહેલો પ્રોમો અમિતાભ બચ્ચને પોતાના ટ્વિટર હેન્ડલ પર શૅર કર્યો છે. અમિતાભ બચ્ચને ટ્વિટમાં લખ્યું છે,'ઓગસ્ટમાં આવી રહ્યું છે કેબીસી. 11મી સિઝન. આવો મારી સાથે. KBC 2019 #KaunBanegaCrorepati.'

અમિતાભ બચ્ચનના આ ટ્વિટ સાથે કેબીસીની થીમનો પણ ખુલાસો થયો છે. ગત સિઝનની જેમ આ વખતની સિઝનમાં પણ મહિલાઓના સશક્તિકરણ પર ભાર મૂકાઈ રહ્યો છે. બિગ બીએ જે પ્રોમો શૅર કર્યો છે, તેમાં એક યુવતી દેખાઈ રહી છે, જે પોતાના પરિવારને કહે છે કે તેને બિઝનેસ સંભાળવો છે. પરંતુ ઘરના લોકો કહે છે કે ઘર સંભાળો. જો કે આ યુવતી પોતાના ઈરાદા પર ટકી રહે છે અને પહોંચે છે કેબીસીના સેટ પર. જેની એક તરફ હોટ સિટ પર અમિતાભ બચ્ચને છે અને બીજી તરફ તે પોતે. જ્યાં અમિતાભ બચ્ચન કહે છે કે,'વિશ્વાસ છે તો તેના પર અડગ રહો'




આમ તો કેબીસી ફરી શરૂ થઈ રહ્યું હોવાની ચર્ચા લાંબા સમયથી હતી, જો કે કયા દિવસથી આ શો શરૂ થઈ રહ્યો છે, તેની ડિટેઈલ સામે નથી આવી. શક્ય છે કે આ ગેમ શો 15 ઓગસ્ટથી ઓન એર થાય. ઉલ્લેખનીય છે કે કોન બનેગા કરોડ પતિના આ પ્રોમોનું શૂટિંગ લખનઉમાં થયું હતું. કારણ કે અમિતાભ બચ્ચન હાલ લખનઉમાં ગુલાબો-સિતાબોનું શૂટિંગ કરી રહ્યા છે, એટલે મુંબઈ આવીને પ્રોમો શૂટ કરવો શક્ય નહોતો. ત્યારે કેબીસીના મેકર્સે લખનઉમાં જ સેટ લગાવીને પ્રોમો શૂટ કર્યો.


આ પણ વાંચોઃ Jonita Gandhi: મૂળ ગુજરાતી છે આ ગ્લેમરસ યુટ્યુબ સ્ટાર અને બોલીવુડ સિંગર

Whatsapp-channel Whatsapp-channel

11 July, 2019 05:10 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK